આ દિવસોમાં ફિલ્મ “ધકેરળસ્ટોરી”દેશભરમાંઘણીચર્ચામાં છે. હવે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે શનિવારે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ની ટીકા કરવા બદલ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે વિપક્ષી પાર્ટી વોટ બેંક અને તુષ્ટિકરણની રાજનીતિ માટે કોઈપણ સ્તરે જઈ શકે છે. આ ફિલ્મ આતંકવાદીઓની યોજનાનો પર્દાફાશ કરે છે. અનુરાગ ઠાકુરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મનો વિરોધ કરવા પાછળ કોંગ્રેસના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા હતા. આ અંગે અનુરાગ ઠાકુરે કહ્યું કે, “કોંગ્રેસ વોટ બેંક અને તુષ્ટિકરણની રાજનીતિ માટે કોઈપણ સ્તરે જઈ શકે છે. ‘કેરળ સ્ટોરી’ આતંકવાદી કાવતરા પર આધારિત છે. તે આતંકવાદનું કદરૂપું સત્ય બતાવે છે અને આતંકવાદીઓની રચનાનો પર્દાફાશ કરે છે. પરંતુ શા માટે કોંગ્રેસ ફિલ્મનો વિરોધ કરી રહી છે અને સત્ય છુપાવવાનો પ્રયાસ કરી રહી છે? કાૅંગ્રેસ અને સીપીઆઇ (એમ) જેવા અન્ય વિરોધ પક્ષોએ ફિલ્મની ટીકા કરી આરોપ લગાવ્યો કે તે સમાજમાં સાંપ્રદાયિક ભાગલા પાડવાનો ઈરાદો ધરાવે છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ટિ્વટર પર પોસ્ટ કર્યું કે “આતમારાકેરળનીવાર્તાહોઈશકેછે, અમારી નહીં”. કેરળવિધાનસભામાંવિપક્ષનાનેતાવીડીસતીસનેજણાવ્યુંહતુંકેઆફિલ્મનફરતઅનેધાર્મિકદુશ્મનાવટનાબીજવાવવાનાદુષ્ટએજન્ડાનોભાગછે, પરંતુ લોકો આવી શક્તિઓને હરાવવા માટે એક થશે. કર્ણાટકમાં એક ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો અને કહ્યું કે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’એ આતંકવાદના પરિણામોને ઉજાગર કર્યા છે. “ફિલ્મ‘ધકેરળસ્ટોરી’એકઆતંકવાદીકાવતરાપરઆધારિત છે. જે આતંકવાદનું કદરૂપું સત્ય બતાવે છે અને આતંકવાદીઓની રચનાને ઉજાગર કરે છે.”પીએમેકહ્યુંકેકોંગ્રેસફિલ્મપરપ્રતિબંધલગાવવાનોપ્રયાસકરીરહેલાઆતંકવાદીઓનીસાથેઉભીછે. સુદીપ્તોસેનદ્વારાદિગ્દર્શિતઅનેવિપુલઅમૃતલાલશાહદ્વારાનિર્મિત, આ ફિલ્મે આગામી ફિલ્મ અંગે વિવિધ રાજકારણીઓની પ્રતિક્રિયાઓ સાથે ભારે રાજકીય વિવાદને જન્મ આપ્યો છે. ફિલ્મમાં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની અને સોનિયા બાલાની મુખ્ય ભૂમિકામાં છે. સેનની ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ના ટ્રેલરની ટીકા કરવામાં આવી હતી કારણ કે તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાજ્યમાંથી ૩૨,૦૦૦ છોકરીઓ ગુમ થઈ હતી અને બાદમાં આતંકવાદી જૂથ, આઇએસઆઇએસમાં જાેડાઈ હતી.






