Home દુનિયા અનુષ્કા શર્માની કાન્સ ૨૦૨૩માં થઈ એન્ટ્રી

અનુષ્કા શર્માની કાન્સ ૨૦૨૩માં થઈ એન્ટ્રી

139
0

૭૬માં કાન્સ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર આખરે અનુષ્કા શર્માનો ડેબ્યૂ થઈ ચુક્યુ છે. કાન્સ ફેસ્ટિવલમાં પહેલા દિવસથી લઈને ગઈકાલે શાંત સુધી દરેક લોકો જેની રાહ જાેઈ રહ્યા હતાં ત્યારે અનુષ્કા શર્મા કાન્સમાં પોતાના ફેશનનો જલવો બતાવતી જાેવા મળી હતી. ફેન્સ અનુષ્કાની કાન્સમાં ખૂબ જ આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતાં. અનુષ્કા શર્માએ કાન્સ ૨૦૨૩માં સિનેમામાં મહિલાઓને સન્માનિત કરનારા પ્રોગ્રામ માટે રેડ કાર્પેટ પર વૉક કર્યુ હતું. ચાલો, જાેઈએ કાન્સ ૨૦૨૩માં અનુષ્કા શર્માની શાનદાર તસવીરો. અનુષ્કા શર્માએ કાન્સ ફેસ્ટિવલ ૨૦૨૩માં વ્હાઈટ કલરના ઓફ શોલ્ડર સ્ટાઈલિશ ગાઉન પહેરીને રેડ કાર્પેટ પર વૉક કરી હતી. અનુષ્કા શર્માએ સ્ટાઈલથી લઈને એટીટ્યૂડ સુધ, દરેક વસ્તુ એકદમ પીક પર હતી. અનુષ્કા શર્મા કાન્સમાં ઓફવ્હાઈટ ગાઉનમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. શોલ્ડર પર ફ્લાવર ડિટેલિંગવાળી ડ્રેસમાં એક્ટ્રેસે કોન્ફિડેન્ટની સાથે રેડ કાર્પેટ પર વૉક કરી હતી. અનુષ્કા શર્માએ કોઈ પણ એક્સ્ટ્રા એક્સસરિઝે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. સાથે જ એક્ટ્રેસના મેકઅપની વાત કરીએ તો અનુષ્કાએ ચીક બ્લશની સાથે તેણીએ ન્યૂટ્‌ર્લ રાખીને વાળમાં સ્ટાઈલિશ બન બાંધેલું જાેવા મળી રહ્યુ છે. અનુષ્કા શર્માએ કાન્સ ડેબ્યૂનો દરેક લોકો ખૂબ જ આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતાં. એક્ટ્રેસે કાન્સ ૨૦૨૩માં સિનેમામાં મહિલાઓનું સન્માન કરનાર ઈવેન્ટ માટે રેડ કાર્પેટ પર વૉક કરી હતી. અનુષ્કા શર્માના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ છેલ્લીવાર ફિલ્મ ‘કલા’માં કેમિયો રોલ કરતી જાેવા મળી હતી. રિપોર્ટ્‌સની માનીએ તો એક્ટ્રેસ હવે ક્રિકેટર ઝૂલણ ગોસ્વામીની બાયોપિકમાં જાેવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here