મંગળવારે મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે મુકાબલા પહેલા જ અફઘાનિસ્તાન માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. આ ટીમે વર્લ્ડ કપમાં શાનદાર લડાયક પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. વર્લ્ડ કપ 2023માં આ વખતે અફઘાનિસ્તાને જોરદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો છે. અફઘાનિસ્તાન પ્રથમ વખત ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થયું છે. અફઘાન ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ભાગ બનશે.. સોમવારે દિલ્હીમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને 3 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં શ્રીલંકાની હાર સાથે અફઘાનિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થશે. અફઘાનિસ્તાનની ટીમે આ વર્લ્ડ કપમાં 7 મેચ રમી છે અને 4માં જીત મેળવી છે.. અફઘાનિસ્તાને આ ટુર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા અને નેધરલેન્ડને હરાવી બધાને ચોંકાવી દીધા હતા. અફઘાનિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાન પર છે. તેને વર્લ્ડ કપ 2023ની સેમી ફાઈનલમાં પહોંચવા માટે તેની બાકીની તમામ મેચો જીતવી પડશે. તેની આગામી મેચ ઓસ્ટ્રેલિયા સાથે છે. જ્યારે અંતિમ મેચ દક્ષિણ આફ્રિકા સામે થશે.
Home રમત-ગમત અફઘાન ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પહેલી વાર ક્વોલિફાય કર્યું, અફઘાનિસ્તાન ટીમે ચેમ્પિયન્સ...






