Home દેશ અભિનેત્રી તબુ વિષે જાણો રસપ્રદ વાતો..

અભિનેત્રી તબુ વિષે જાણો રસપ્રદ વાતો..

74
0

બોલિવૂડ બ્યુટી તબ્બુ 4 નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો. તબ્બુ 53 વર્ષની ઉંમરે પણ બહુ ખુબ સુંદર લાગે છે. એવું લાગે છે કે તબ્બુ વધતા વર્ષો સાથે વધુ યુવા બની રહી છે. તબ્બુનું પ્રોફેશનલ લાઈફ પુસ્તક જેટલું ખુલ્લું છે એટલું જ તેની પર્સનલ લાઈફનું સિક્રેટ છે. 53 વર્ષની તબ્બુ હજુ કુંવારી છે. ચાહકોના મનમાં હંમેશા આ સવાલ ઉઠે છે કે આટલુ સુંદર તેમજ અનેક અફેર બાદ તબ્બુએ લગ્ન કેમ ન કર્યા.. અભિનેત્રીના લગ્ન ન કરવા પાછળનું સાચું કારણ શું છે તે તબ્બુ સારી રીતે કહી શકે છે. તબ્બુ મજાકમાં તેના મિત્ર અજય દેવગનને આ માટે જવાબદાર માને છે. તબ્બુએ લગ્ન ન કર્યા હોવા છતાં પણ તે અવારનવાર તેના અફેરને કારણે ચર્ચામાં રહેતી હતી. તબ્બુ સાજીદ નડિયાદવાલા, નાગાર્જુન, સંજય કપૂરને ડેટ કરી રહી હોવાની અટકળો ચાલી રહી હતી. સંજય કપૂર અને તબ્બુના સંબંધો થોડા સમય સુધી ચાલ્યા. સંજય સાથેના બ્રેકઅપ બાદ તબ્બુના જીવનમાં ફિલ્મમેકર સાજિદ નડિયાદવાલા આવ્યા હતા. તબ્બુ દિગ્દર્શકની પત્ની દિવ્યા ભારતીની નજીકની મિત્ર હતી.. દિવ્યાના મૃત્યુ બાદ તબ્બુ અને સાજિદ નજીક આવ્યા હતા. જીત ફિલ્મના સેટ પર તેમનો પ્રેમ ખીલ્યો હતો. સાજિદ તબ્બુ સાથે હતો, પરંતુ તે તેની દિવ્યા ભારતીને ભૂલી શકતો ન હતો. આ કારણથી સાજિદ તબ્બુ સાથે કમિટ કરવામાં અચકાતા હતા. સાજિદ અને તબ્બુ વચ્ચે ઉભી થયેલી આ ખેંચતાણથી એક્ટ્રેસ ઘણી પરેશાન થઈ ગઈ હતી. પરિણામ એ આવ્યું કે તબ્બુ સાઉથ સ્ટાર નાગાર્જુનની નજીક આવી ગઈ. નાગાર્જુન તે સમયે પરિણીત હતા. આ સંબંધે તબ્બુને સૌથી વધુ પીડા આપી. બંનેએ ક્યારેય તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી.. નાગાર્જુનને 10 વર્ષ સુધી ડેટ કર્યા પછી, તબ્બુને સમજાયું કે અભિનેતા તેની પત્નીને છોડશે નહીં. સંબંધનું કોઈ ભવિષ્ય ન જોઈને તબ્બુએ નાગાર્જુન સાથે સંબંધ તોડી નાખ્યો. કદાચ નાગાર્જુનને કારણે તબ્બુ એટલી હ્રદયથી ભાંગી ગઈ હતી કે તેણે લગ્નનો નિર્ણય છોડી દીધો હતો. 2017માં આપેલા એક ઈન્ટરવ્યુમાં તબ્બુએ અજય દેવગન પર લગ્ન ન કરવા માટે જવાબદાર ઠેરવ્યા હતા. તેણે જણાવ્યું કે અજય તેની જાસૂસી કરતો હતો. તેની પાછળ ચાલતો હતો. તે છોકરાઓને ધમકાવતો હતો અને કહેતો હતો કે જે મારી સાથે વાત કરશે તેને મારવામાં આવશે.. તબ્બુએ લગ્ન નથી કર્યા, પરંતુ શું તે ક્યારેય માતા બનશે? તબ્બુએ એક ઈન્ટરવ્યુમાં આ અંગે પ્રતિક્રિયા આપી હતી. જેમાં તબ્બુએ કહ્યું હતું- જો હું માતૃત્વને ના કહું તો તે મૂર્ખતા હશે. ક્યારેક મા બનવાની અને લગ્ન પણ કરવાની ઈચ્છા થાય છે. પરંતુ મારો સમજદાર અને તર્કસંગત ભાગ તેને શાંત રાખે છે. તબ્બુએ આગળ કહ્યું- લગ્નની વગર બાળક થવામાં મને કોઈ સમસ્યા નથી. આમાં કશું ખોટું નથી. જો મારે માતા બનવું છે તો મને કોઈ રોકી શકશે નહીં. પરંતુ હું બાળકને માતાપિતા બંનેથી જાણીજોઈને અલગ કરવા માંગતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here