Home દેશ અમદાવાદમાં મોડી રાત્રે રિવરફ્રન્ટ પર ફાયરિંગ કરી યુવકની હત્યા

અમદાવાદમાં મોડી રાત્રે રિવરફ્રન્ટ પર ફાયરિંગ કરી યુવકની હત્યા

63
0

સ્માર્ટ સિટીના નામે ગમે તેટલા બણગા ફૂંકી લો, પણ અમદાવાદ ક્રાઈમ સિટી પણ બની રહ્યું છે. અમદાવાદમાં ધોળે દહાડે લોકોની હત્યા થઈ રહી છે. ત્યારે અમદાવાદના સૌથી ફેમસ પિકનિક સ્પોટ પર હત્યાનો બનાવ બન્યો છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર એક યુવકની ગોળી મારીને હત્યા કરાઈ છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં હત્યારાઓ બેફામ બન્યા છે. મોડી રાત્રે રિવરફ્રન્ટ પર ફાયરિંગ કરી યુવકની હત્યા કરવામાં આવી છે. રિવરફ્રન્ટ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રિવરફ્રન્ટ પર સવારે એક યુવકની લાશ મળી હતી. જેના વિશે તપાસ કરતા જાણવા મળ્યું કે, સાબરમતી રિવરફ્રન્ટ પર સ્મિત રાજેશભાઇ ગોહિલ નામના યુવકની હત્યા કરાઈ છે. રાતના સમયે અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી છે. રિવરફ્રન્ટ પોલીસે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. રિવરફ્રન્ટમાં ફાયરીંગ વિથ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદના સૌથી ફેવરિટ હરવાફરવાના સ્પોટ પર આ રીતે જાહેરમાં એક યુવકની ગોળી મારીને હત્યા કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here