Home ગુજરાત અમદાવાદમાં ૨૦મી જુને રથયાત્રાના કારણે શહેરના ૨૭ રસ્તાંઓ બંધ રહેશે

અમદાવાદમાં ૨૦મી જુને રથયાત્રાના કારણે શહેરના ૨૭ રસ્તાંઓ બંધ રહેશે

110
0

અમદાવાદમાં આ વખતે ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રા આગામી ૨૦ જૂન ૨૦૨૩એ નીકળશે, રથયાત્રા મહોત્સવ નિમિત્તે અમદાવાદ શહેરમાં પોલીસે સઘન ચેકિંગ અને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દીધી છે, અષાઢી બીજે નીકળતી આ રથયાત્રામાં હવે એક મોટુ અપડેટ સામે આવ્યુ છે. શહેરમાં રથયાત્રાના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, હવે કેટલાક રસ્તાંઓને બંધ કરીને તેની જગ્યાએ વૈકલ્પિક ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. માહિતી પ્રમાણે, આગામી ૨૦મી જૂને નીકળનારી રથયાત્રાના રૂટમાં આવતા ૨૭ જેટલા રસ્તાંઓને પોલીસ દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. આ પછી હવે શહેરના વાહનચાલકોને આના વૈકલ્પિક રસ્તાઓને ઉપયોગ કરવો પડશે. વાહન પાર્કિગ કરવા માટે પણ કેટલાક ખાસ સ્થળોને નક્કી કરવામાં આવ્યા છે, એટલુ જ નહીં ઇમરજન્સી કિસ્સાઓમાં વાહનો પસાર થઇ શકે એ માટે ટ્રાફિક પોલીસ દ્વારા ચોક્કસ રૂટ પર ખાસ આયોજન પણ કર્યુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, રથયાત્રાના રૂટ ઉપરાંત અન્ય રસ્તાઓ પર રથયાત્રા પસાર થયા બાદ જ્યારે સ્થિતિની અનુકુળ થશે તે મુજબ આ રૂટને ફરીથી પૂર્વવત શરૂ કરવામાં આવશે. આગામી ૨૦મી જૂની નીકળનારી રથયાત્રાના દિવસે શહેરના ખમાસા ચાર રસ્તા, જમાલપુર ચાર રસ્તા, જમાલપુર ફુલ બજારનો રસ્તો રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહશે, તેમજ રાયખડ ચાર રસ્તા અને આસ્ટોડિયા દરવાજાનો રસ્તો પણ બંધ રહેશે. આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલનો રસ્તો સાંજે ૪.૩૦ કલાક સુધી બંધ રહેશે અને આ રીતે સાળંગપુર સર્કલ, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રિજ, સરસપુર, કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા, દિલ્હી ચકલાનો રસ્તો સવારે ૯ કલાકથી બંધ રહેશે અને સાંજે ચાર વાગ્યા બાદ આ રસ્તા ખોલવામાં આવશે. આ ઉપરાંત દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, આર.સી. હાઇસ્કૂલ, ઘી કાંટા ચાર રસ્તા, પાનકોર નાકા, માણેકચોક, ગોળલીમડા સાંજે ૫.૩૦ કલાકથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહેશે. મહત્વનું છે કે, રથયાત્રાના દિવસે અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. જેમાં રાયખડ ચાર રસ્તાથી વિકટૉરિયા ગાર્ડનથી રિવરફ્રન્ટ ફુલબજારથી જમાલપુર બ્રિજથી ગીતા મંદિરનો રસ્તો ઉપયોગ કરવાનો રહેશે. જ્યારે ગાયકવાડ હવેલી જવા માટે રાયખડ ચાર રસ્તાથી જમાલપુર થઇ ગાયકવાડ હવેલી જઇ શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here