Home દેશ અમદાવાદ ડે.કમિશનર પર હુમલાનાં 5 આરોપીની અટકાયત કરાઈ, 9 લોકો સામે નામજોગ...

અમદાવાદ ડે.કમિશનર પર હુમલાનાં 5 આરોપીની અટકાયત કરાઈ, 9 લોકો સામે નામજોગ સહીત કુલ 16 લોકો સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી

39
0

અમદાવાદ શહેર મહાનગરપાલિકાના એક ઉચ્ચ અધિકારી પર હુમલાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. સિવિલ નજીક દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે દબાણ દૂર કરતી ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગંભીર નોંધ લીધી અને કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ પણ અપાયા. અત્યાર સુધીમાં 5 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. અસારવામાં સિવિલ નજીક એએમસીના મધ્યઝોનના ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટ પર જીવલેણ હુમલાનો મામલે 9 લોકો સામે નામજોગ સહીત કુલ 16 લોકો સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. જે અંતર્ગત પોલીસે 5 આરોપીઓની અટકાયત કરી છે. જેમના નામ કનુ ઠાકોર, નરેશ રાવત, અંકિત ઠાકોર, જગદીશ ઝાલા અને સંદીપ મરાઠે છે. આરોપીઓએ લારીઓના દબાણ દૂર કરવાની કાર્યવાહી થતા હુમલો કર્યો હતો. આ 5 આરોપીઓ ઉપરાંત અન્ય 11 આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે. અત્રે જણાવવાનું કે દબાણ દૂર કરવાની ડ્રાઇવ દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્યા ભટ્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે SVP હોસ્પિટલ લઈ ખસેડવામાં આવ્યા. અસારવામાં સિવિલ હોસ્પિટલની નજીકના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે ટોળા દ્વારા દબાણ દૂર કરતી ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here