Home દેશ અમદાવાદ SOG ક્રાઈમે અલગ-અલગ બે ડ્રગ્સ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરી

અમદાવાદ SOG ક્રાઈમે અલગ-અલગ બે ડ્રગ્સ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરી

92
0

રાજયમાં વધતાં નશાના કારોબારને લઈ પોલીસ હવે સતર્ક બની છે. ત્યારે અમદાવાદ SOG ક્રાઈમના સકંજામાં આવેલા આરોપી મોહમ્મદ સાદીક ઉર્ફે બાબુ અંસારી અને રુકસાના બાનું ઉર્ફે અંસારીની એમ.ડી ડ્રગ્સનાં જથ્થા સાથે તેમની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ બન્ને આરોપી પતિ – પત્ની છે અને બાપુનગરમાં રહે છે. ઘટનાની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ ઘરમાં જ બેઠા બેઠા ડ્રગ્સની નાની નાની પડીકીઓ વેચી રહ્યા હતા. SOG ક્રાઈમને એક માહિતી મળી હતી જેના આધારે બાપુનગરમાંથી આરોપી પાસેથી 194 ગ્રામ એમ. ડી કુલ 19.41 લાખ મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, મોહમ્મદ સાદીક મુંબઈથી ડ્રગ્સનો જથ્થો લાવતો હતો અને છૂટક ડ્રગ્સની પડીકીઓ બનાવી વેચતો હતો. ત્યારે 15 દિવસમાં એક વખત આરોપી મુંબઈથી આશરે 200 ગ્રામનો એમ. ડી ડ્રગ્સનો જથ્થો લાવીને છૂટક વેચાણ કરતો હતો. પોલીસ તપાસમાં બન્ને આરોપી નશાના બંધાણી હોવાથી અને પૈસા કમાવવા માટે છેલ્લા 3 વર્ષથી ડ્રગ્સનું વેચાણ કરતાં હોવાનું ખૂલ્યું હતું. પકડાયેલ આરોપીની પૂછપરછમાં ડ્રગ્સનો નશો કરવા આરોપીના ઘરે જ રીક્ષા ચાલક ડ્રગ્સની પડીકીઓ લેવા આવતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ડ્રગ્સનું વેચાણ કરી આરોપી મહિને 5 થી 7 લાખ રૂપિયા કમાતો હતો. જોકે આરોપી મોહમદ સાદીકની અગાઉની પત્ની છૂટાછેડા થઈ ગયા છે. જેથી છેલ્લા ત્રણ વર્ષ થી આરોપી મોહમદ સાદીક એ રુક્સાનાબાનું સાથે લગ્ન કર્યા હતા. જોકે બન્ને નશાનાં બંધાણી હોવાથી એક બીજા સાથે લગ્ન કર્યા. SOG ક્રાઈમની ટીમે આવી જ રીતે દાણીલીમડામાંથી ગેરકાયદેસર કફ શીરપનો જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. જેમાં આરોપી ઈરફાન શેખ ઘરેથી 250 કફ સીરપ બોટલ કબજે કરી છે. આ આરોપી કફ શીરપ પોતાના ઘરે રાખવાનું કમિશન લેતો હતો. જોકે નશો કરવા માટે કફ શીરપનો જથ્થો લાવ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી અન્ય વોન્ટેડ આરોપી પકડવા તજવીજ હાથ ધરી છે. શહેરમાં ચાલતા નશાના કાળા કારોબાર અટકાવવા ચાલુ વર્ષમાં 33 જેટલા NDPS ના કેસ કરવામાં આવ્યા છે જેમાં શહેરમાં ડ્રગ્સનો નશો કે વેચાણ કરવા માટેના હોટસ્પોટ રિવરફ્રન્ટ, સીજી રોડ, સિંધુ ભવન, જમાલપુર એ મહત્વના પગથિયાં છે. જ્યારે અન્ય રાજ્યમાંથી ડ્રગ્સ લઈને આવતા પેડલરો મોટા ભાગે સિટીએમ અને ગીતામંદિરથી પકડાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here