Home ગુજરાત અમીરગઢ નજીક નાળુ તૂટતા ૩ ગામ સંપર્ક વિહોણા બન્યા

અમીરગઢ નજીક નાળુ તૂટતા ૩ ગામ સંપર્ક વિહોણા બન્યા

94
0

બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે ખેતરો જળમગ્ન થયા છે. મુખ્ય માર્ગોની આસપાસ આવેલા ખેતરોમાં વરસાદી પાણી ભરાતા જાણે તળાવ ભરાયું હોય તેવું લાગી રહ્યું છે. બનાસકાંઠાના અમીરગઢમાં ભારે વરસાદના પગલે રોડનું નાળુ તૂટ્યાની ઘટના બની છે. અમીરગઢના રોડનું નાળુ તૂટતા લોકોને હાંલાકી થઈ છે. ભારે વરસાદના કારણે નાળુ તૂટતા ૩ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ૩ ગામના લોકોને અવર-જવર માટે એક જ રસ્તો હતો. જે ધોધમાર વરસાદના કારણે તૂટી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here