Home ગુજરાત અસલાલી પોલીસે ખેતરમાં પાર્ક કરેલ બિનવારસી ટ્રકમાંથી દારૂની 9552 બોટલ પકડી

અસલાલી પોલીસે ખેતરમાં પાર્ક કરેલ બિનવારસી ટ્રકમાંથી દારૂની 9552 બોટલ પકડી

124
0

અસલાલી પોલીસે ખેતરમાં પાર્ક કરેલ ટ્રકમાંથી વોલ પેઇન્ટના કટ્ટાની આડમાં છુપાવેલો રૂપિયા 14,32,800ના દારૂની અલગ અલગ બ્રાન્ડની 9552 નંગ બોટલ ઝડપી પાડી હતી. જોકે દારૂના જથ્થા સાથે કોઈ ઇસમ પકડાયો નથી.અસલાલી પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. અસલાલી પીઆઇ એન કે વ્યાસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખી અસલાલી પોલીસ પોતાના વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો ઉતરે કે વેચાય નહીં તે માટે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અસલાલી પોલીસ સ્ટેશન પાસેથી પસાર થતા ટી.પી.રોડ સામેના ખેતરમાં 1 ટ્રક શંકાસ્પદ હાલતમાં જોવા મળતાં તપાસ કરતાં ટ્રકની અંદર વોલ પેઇન્ટના કટ્ટાની આડમાં 199 પેટીઓમાંથી રૂપિયા 14,32,800ની દારૂની અલગ અલગ બ્રાન્ડની 9552 નંગ બોટલ મળી આવી હતી.

શંકાસ્પદ હાલતમાં પડેલ ટ્રકનો ચાલક ફરાર હતો. આથી ટ્રક પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી. અસલાલી પોલીસે 14,32,800 નો દારૂનો જથ્થો, 20 લાખની ટ્રક તેમજ રૂપિયા 1,36,821 ની 400 નંગ વોલ પેઇન્ટની બેગો મળી કુલ રૂ. 35,69,621નો મુદ્દામાલ કબજે લઈ ટ્રકના નંબરના આધારે ટ્રક ચાલક સહિત કુલ 2 અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ અસલાલી પોલીસમાં ફરિયાદ દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here