Home મનોરંજન આ અભિનેત્રી ઇન્ડસ્ટ્રીમાંથી થઇ ગઇ હતી દુર પણ હવે ફિલ્મ જવાનથી કર્યું...

આ અભિનેત્રી ઇન્ડસ્ટ્રીમાંથી થઇ ગઇ હતી દુર પણ હવે ફિલ્મ જવાનથી કર્યું કમબેક

96
0

ગિરિજા ઓક ગોડબોલે મરાઠી ઇન્ડસ્ટ્રીમાં ગુલમોહર, ગોશ્ત ચોટી ડોંગરેવધી, લજ્જા, મણિની જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. આ મુવીમાં કામ કરીને ગિરિજા ખૂબ ફેમસ થઇ ગઇ હતી. આ સમયે લોકોના દિલમાં રાજ કરતી હતી. વર્ષ ૨૦૧૧માં એને શોર ઇન ધ સીટીમાં કામ કર્યુ હતુ, પરંતુ બોલિવૂડમાં એ ખાસ ઓળખ બનાવી શકી નહીં. ત્યાર પછીથી આ બોલિવૂડથી ગુમ થઇ ગઇ છે. ગિરિજા ઓક માટે વર્ષ ૨૦૨૨ ખૂબ ખાસ રહ્યું. આ સમયે ગિરિજાએ વેબ સિરિઝ મોર્ડન લવ મુંબઇ અને કલામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આટલું જ નહીં ગિરિજા આ વર્ષેની મોસ્ટ એવેટેડ અને શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ જવાનથી પોતાનું ખાતુ ખોલી રહી છે. ફિલ્મમાં શાહરુખની ટીમની એક મેમ્બરના રોલમાં જાેવા મળશે. જાે કે દર્શકોને આ વાત સાંભળવા મળતા ખુશ થઇ ગયા છે. ગિરિજા ઓક ગોડબોલે ફિલ્મમાં એક્શન કરતા જાેવા મળી રહી છે. ગિરિજા હાલમાં જવાનનું પોસ્ટર શેર કરતા જણાવ્યુ કે આ ફિલ્મ માટે છેલ્લા બે વર્ષથી હું કામ કરી રહી છું. જાે કે જવાન ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જાેઇ રહ્યા છે. ગિરિજા ઓક ગોડબોલે આ વિશે લખે છે કે ૨ વર્ષની સખત મહેનત, પરસેવો, આંસુ, મેરી ફિલ્મ, અમારી ફિલ્મ આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. ગિરિજા ઓક ગોડબોલે જવાન મુવીના પ્રીવ્યુ આવ્યા પછી ખૂબ અલગ અંદાજમાં જાેવા મળી રહી છે. આ પહેલા ગિરિજાને તમે ક્યારે પણ આ અંદાજમાં જાેઇ નહીં હોય. ગિરિજાના લુક્સને ઓડિયન્સ ખૂબ પસંદ કરી રહી છે. ગિરિજાએ એનાલ લુકથી લોકોને ઇમ્પ્રેસ કરી દીધા છે. આમ, વાત કરવામાં આવે તો હાલમાં બધાની નજર જવાન મુવીના રિલીઝ થવા પર ટકી ગઇ છે. જવાન મુવીમાં શાહરુખનો આગવો અંદાજ જાેવા મળી રહ્યો છે. જાણવા મળી રહ્યુ છે કે જવાન મુવી બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here