ઉર્ફી જાવેદના દિલની હાલત હાલ ઠીક નથી. કંઈકને કંઈક તો ગડબડ જરુર છે. આ વાતનું અનુમાન લોકો ઉર્ફીના લેટેસ્ટ ફોટો પરથી લગાવી રહ્યા ચે. તેણીએ નવો ફોટો શેર કર્યો છે જેના કારણે ઉર્ફી ફરીથી ચર્ચામાં આવી ગઈ છે અને એવામાં જાેઈ શકાય છે કે. તેના ફેન્સ ખૂબ જ ચિંતામાં આવી ગયા છે. જાણો શું છે સમગ્ર બાબત. ઉર્ફી જાવેદે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેણી પોતે એક ઠઇટ્ઠઅ બતાવી રહી છે અને તેનું દિલ તૂટી ગયેલું જાેઈ શકાય છે. જેમકે, આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઉર્ફી ખૂબ જ છવાયેલી છે અને તેથી જ તેના ઘણાં ફેન્સ પણ છે. જે હાલ તેની ચિંતા કરી રહ્યા છે અને પુછી રહ્યા છે કે, ઉર્ફીનું દિલ કોણે તોડ્યું? નોંધનીય છે કે, ઉર્ફી લોકોનું અટેન્શન મેળવવામાં ખૂબ જ માહિર છે અને તે કંઈકને કંઈક એવું કરતી રહે છે કે, લોકોનું ધ્યાન તેની તરફ ખેંચાય. પછી ભલે તેનું કારણ તેના કપડાં હોય કે તેનું કોઈ નિવેદન. તેણી અવાર-નવાર ખૂબ જ ચર્ચામાં રહે છે. એક દિવસ પહેલા પણ તેણી આવા જ એક અંદાજમાં જાેા મળી હતી, જેને જાેઈને સૌ કોઈ ચોંકી ગયા હતાં. બ્લેક રિવિલિંગ ડ્રેસ અને તેના પર ગરોળીની ડિઝાઈનવાળો નેકલેસ પહેરીને ઉર્ફીએ કેમેરા સામે પોઝ આપ્યા હતાં. આમતો ઉર્ફી પહેલાં પણ ઘણા યુનિક આઉટફીટમાં જાેવા મળી છે. પરંતુ, આ લુકના કારણે તેણી ખૂબ જ લાઈમલાઈટમાં આવી હતી. આ દરમિયાન તેણી એક અન્ય કારણે પણ ચર્ચામાં આવી હતી. હકીકતમાં ઈવેન્ટમાં તેણી સુહાના ખાન અને નીસા દેવગણના ખાસ મિત્ર ઓરી સાથે જાેવા મળી હતી. જેને લોકોએ ‘રામ મિલાઈ જાેડી’ સુધી પણ કહી દીધું. ઓરી પણ બી ટાઉનની કોઈપણ પાર્ટીમાં ઓરી હાજર હોય જ છે!






