Home રમત-ગમત ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લીડ્‌ઝમાં ત્રીજી એશિઝ ક્રિકેટ ટેસ્ટ મેચ રોમાંચક બની,...

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લીડ્‌ઝમાં ત્રીજી એશિઝ ક્રિકેટ ટેસ્ટ મેચ રોમાંચક બની, ઓસ્ત્રેલિયાને બીજા દાવમાં ચાર વિકેટના નુકસાન સાથે ૧૧૬ રન કર્યા, ૧૪૨ રનની લીડ

77
0

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લીડ્‌ઝમાં રમાઈ રહેલી ત્રીજી એશિઝ ક્રિકેટ ટેસ્ટ મેચ રોમાંચક બની છે. બે દિવસની રમત બાદ બન્ને ટીમો બરાબરીની સ્થિતિમાં હોવાનું જણાય છે. બીજા દિવસે સ્ટમ્પ્સ સુધીમાં ઓસ્ટ્રેલિયા બીજા દાવમાં ચાર વિકેટના નુકસાન સાથે ૧૧૬ રન કર્યા છે અને સાથે જ ૧૪૨ રનની લીડ મેળવી લીધી છે. ઓસી.ના ટોચના ચાર બેટ્‌સમેન વોર્નર, ખ્વાજા, લાબુશેન અને સ્મિથ પેવેલિયન પરત ફર્યા છે. અગાઉ ઈંગ્લેન્ડ પ્રથમ ઈનિંગ્સમાં ૨૩૭માં ઓલ આઉટ થઈ ગયું હતું. પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ૨૬૪ રન નોંધાવ્યા હતા. બીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે ટ્રેવિસ હેડ ૧૮ રને જ્યારે પ્રથમ ઈનિંગ્સમાં સદી ફટકારનાર મિચેલ માર્શ ૧૭ રને રમતમાં છે. ઈંગ્લેન્ડે બીજા દિવસની રમત આગળના દિવસના ત્રણ વિકેટે ૬૮ રનથી આગળ ધપાવી હતી. ઓસી. કેપ્ટન અને પેસ બોલર પેટ કમિન્સના છ વિકેટના ઝંઝાવાત સામે ઈંગ્લેન્ડના બેટ્‌સમેન ફસડાઈ પડ્યા હતા અને સમગ્ર ટીમ ૨૩૭માં સમેટાઈ ગઈ હતી. ઈંગ્લિશ સુકાની બેન સ્ટોક્સે સર્વાધિક ૮૦ રનની ઈનિંગ્સ રમી હતી. પ્રથમ દિવસે ટોસ જીતીન ઈંગ્લેન્ડે ફિલ્ડિંગ લીધી હતી. માર્ક વૂડની પાંચ વિકેટની મદદથી ઈંગ્લેન્ડ પ્રવાસી ઓસ્ટ્રેલિયન ટીમને ૨૬૩ સુધી મર્યાદિત રાખવામાં સફળ રહી હતી. પેટ કમિન્સના નેતૃત્વ હેઠળની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમ ૨૦૦૧ પછી ઈંગ્લેન્ડમાં સૌપ્રથમ એશિઝ શ્રેણી જીતવા આતુર છે. ઓસી. હાલમાં ૨-૦ની સરસાઈ ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here