રવિવારે મણીનગર વિધાનસભા ના આવકાર હોલ અમુલ કોર્નર પાસે કેસરિયા યુથ ફેડરેશન ના પ્રમુખ અને છસ્જી ના સભ્ય શાર્દુલભાઇ દેસાઈ (શાહ) તથા કેસરીયા યુથ ફેડરેશન ના સભ્યો શરદભાઈ પટેલ, રાકેશભાઈ મહેતા, નિશ્ચલભાઈ પટેલ, હાદિઁક સુખડીયા, જાેલી અઘ્યારુ, ધ્રુમિત ઠક્કર દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો, આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના છસ્ઝ્ર રોડ બિલ્ડીંગ કમિટીના ડેપ્યુટી ચેરમેન શંકરભાઈ ચૌધરી અને ઇસનપુર વોર્ડના કાઉન્સિલર મૌલિકભાઈ પટેલ વોડઁ મહામંત્રી રામકિશનભાઈ યાદવ તેમજ સૌ કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
કેસરીયા યુથ ફેડરેશન દ્વારા વર્ષોથી ઉનાળામાં રાહદારીઓ માટે અવિરત નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવે છે.






