Home અન્ય એક્ટ્રેસ તુનિશા શર્માએ 20 વર્ષની ઉંમરે કર્યું સુસાઈડ, ટીવી સીરિયલના સેટ પર...

એક્ટ્રેસ તુનિશા શર્માએ 20 વર્ષની ઉંમરે કર્યું સુસાઈડ, ટીવી સીરિયલના સેટ પર કરી આત્મહત્યા

129
0

આ ફેમસ ટીવી એક્ટ્રેસે તેના સેટ પર જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. પરંતુ આત્મહત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. તુનીશા શર્મા માત્ર 20 વર્ષની હતી. તુનિશાએ પોતાના કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. ભારત કા વીર પુત્ર – મહારાણા પ્રતાપ સીરિયલથી તુનીશાએ ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું. રિપોર્ટ મુજબ સેટ પર હાજર લોકોએ તરત જ એક્ટ્રેસને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું.

હાલમાં તુનીશા શર્મા સોની સબ ટીવી સીરિયલ અલી બાબા: દાસ્તાન-એ-કાબુલમાં રાજકુમારી મરિયમનો રોલ પ્લે કરી રહી હતી. તુનિષા ફિતૂર, બાર બાર દેખો, કહાની 2: દુર્ગા રાની સિંહ, દબંગ 3 જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. તુનીષાએ ફિતૂર અને બાર બાર દેખોમાં યંગ કેટરીના કૈફનો રોલ પ્લે કર્યો હતો. કલર્સ ટીવી પર તેની સીરિયલ ‘ઈન્ટરનેટ વાલા લવ’ લોકોને ખૂબ પસંદ આવી હતી.

તુનિશા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હતી. હંમેશા ખુશ રહેનારી અને સેટ પર દરેક સાથે ખૂબ જ મસ્તીથી વાત કરનારી આ એક્ટ્રેસે આવું પગલું ભરીને બધાને ચોંકાવી દીધા છે. સેટ પર એક્ટર્સ આઘાતમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here