Home અન્ય ઔરંગાબાદમાં ગેરેજનું કામ કરતાં મુસ્લિમ યુવકે સુરતની 14 વર્ષની કિશોરીને પ્રેમ જાળમાં...

ઔરંગાબાદમાં ગેરેજનું કામ કરતાં મુસ્લિમ યુવકે સુરતની 14 વર્ષની કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી, સગીરાનું અપહરણ કરી મુંબઈ અને ત્યાંથી પોતાના ગામ ખાતે લઈ ગયો

41
0

સુરતની 14 વર્ષની કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી મહારાષ્ટ્રના યુવકે સગીરાનું અપહરણ કરી મુંબઈ અને ત્યાંથી પોતાના ગામ ખાતે લઈ ગયો હતો. પોલીસ મથકમાં કિશોરીના માતા-પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે મુસીબ નામના યુવકની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયા પર મિત્ર બન્યા બાદ મહારાષ્ટ્રના એક યુવાને સુરતમાં રહેતી 14 વર્ષીય સગીરાનું અપહરણ કરી મહારાષ્ટ્ર ખાતે લઈ ગયો હતો. સમગ્ર મામલે માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે મુસીબ નામના યુવકની અમદાવાદના કાલુપુર ખાતેથી ધરપકડ કરી કિશોરીને છોડાવી હતી. મુસીબ ઔરંગાબાદ ખાતે ગેરેજનું કામ કરે છે અને મુસીબ અને કિશોરી આજથી એક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ થકી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ મિત્રતા વધી અને બંને એ વાતચીત શરૂ કરી હતી. તે દરમિયાન થોડા દિવસ પહેલા જ આ મુસીબ સુરત આવ્યો હતો અને એક હોટલમાં રોકાણ કર્યું હતું. તે સમયે કિશોરીને પણ હોટલમાં મળવા બોલાવી હતી. ત્યારબાદ કિશોરી તેમના ઘરે ગઈ અને ત્યાંથી મુસીબ આ કિશોરીને તેમની સાથે મહારાષ્ટ્ર અપહરણ કરી લઈ ગયો હતો. કિશોરીના માતા-પિતાને જાણ થતા તેમણે પોલીસ ફરિયાદ કરી હતી. મહત્વનું છે કે હાલના સમયમાં લવ જેહાદ ના કિસ્સાઓ વધી રહ્યા છે તેમાં પણ આ મુસીબની ઇન્સ્ટાગ્રામ આઈડી પર કટર મુસ્લિમ લખેલું હતું. જેથી માતા-પિતાને લવ જેહાદની આશંકા જતા તાત્કાલિક આજે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક શહેરના સ્ટેશન સહિતના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી. મુસીબ કિશોરીને અલગ અલગ જગ્યાએ લઈ ગયો હતો. જ્યારે ફરીથી મહારાષ્ટ્ર જાય તે દરમિયાન આ કિશોરી અમદાવાદના કાલુપુર ખાતે હોવાની પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે તાત્કાલિક અમદાવાદના કાલુપુર જઈ આરોપી મુસીબની ધરપકડ કરી હતી અને 14 વર્ષીય કિશોરીને તેમના ચુંગાલમાંથી છોડાવી હતી. હાલ પોલીસે મુસીબની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here