બ્યુટી પેજેન્ટ ફેમિના મિસ ઈન્ડિયાને તેની વિજેતા મળી ગઈ છે.૧૯ વર્ષની નંદિની ગુપ્તાએ મિસ ઈન્ડિયા ૨૦૨૩નો ખિતાબ જીત્યો છે. બ્યુટી વિથ બ્રેઈન નંદિની ગુપ્તા રાજસ્થાનની રહેવાસી છે. તે દેશની ૫૯મી મિસ ઈન્ડિયા તરીકે ચૂંટાઈ હતી. પૂર્વ મિસ ઈન્ડિયા સિની શેટ્ટીએ આ ખાસ અવસર પર નંદિનીને તાજ પહેરાવ્યો હતો. કોણ બન્યું રનર-અપ?… તે જાણો.. બ્લેક ગાઉનમાં નંદિનીએ પોતાની સુંદરતા અને આત્મવિશ્વાસથી બધાને દિવાના બનાવી દીધા હતા. રાજસ્થાનની નંદિની ગુપ્તાને મિસ ઈન્ડિયાનો તાજ પહેરાવવામાં આવ્યો છે, જ્યારે દિલ્હીની શ્રેયા પૂંજા ફર્સ્ટ રનર અપ બની છે અને મણિપુરની થૌનાઓજમ સ્ટ્રેલા લુવાંગ સેકન્ડ રનર અપ બની. સૌંદર્ય સ્પર્ધામાં દેશભરની છોકરીઓએ ભાગ લીધો હતો, પરંતુ નંદિનીએ સૌને માત આપીને ‘સૌંદર્યનો તાજ’ જીત્યો છે. માત્ર ૧૯ વર્ષની ઉંમરે મિસ ઈન્ડિયા બનીને નંદિની ઘણી છોકરીઓ માટે પ્રેરણા બની ગઈ છે. મિસ ઈન્ડિયા બન્યા બાદ નંદિની હવે મિસ વર્લ્ડની આગામી સિઝનમાં દેશને રિપ્રેઝેન્ટ કરશે. કોણ છે નંદિની ગુપ્તા?.. તે જાણો.. મિસ ઈન્ડિયા ૨૦૨૩ નંદિની ગુપ્તા રાજસ્થાનના કોટા શહેરની રહેવાસી છે. તેણે બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. મિસ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન અનુસાર નંદિની પ્રિયંકા ચોપરાને પોતાની આઈડલ માને છે. આ વખતે મણિપુરમાં ફેમિના મિસ ઈન્ડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. મિસ ઈન્ડિયા ૨૦૨૩ ઈવેન્ટમાં કાર્તિક આર્યન અને અનન્યા પાંડેએ ધમાકેદાર પરફોર્મન્સ કર્યું હતું. જ્યારે, મનીષ પોલ અને ભૂમિ પેડનેકરે આ શોને હોસ્ટ કર્યો હતો.






