કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડી અને માનનીય કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોત્તમ રૂપાલા TWGમાં ઉપસ્થિત રહેશે
ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ 5 મુખ્ય મુદ્દાઓ પર ફોકસ કરશે: ગ્રીન ટુરિઝમ, ડિજિટલાઇઝેશન, કૌશલ્ય, ટુરિઝમ MSMEs અને ડેસ્ટિનેશન મેનેજમેન્ટ
યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા પેનલ ડિસ્કશનનું સંચાલન કરવામાં આવશે
UNESCO, યુનાઇટેડ નેશન્સ એન્વાયર્મેન્ટ પ્રોગ્રામ (UNEP), એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB), ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) ટુરિઝમ વર્કિંગ ગ્રુપની આ મીટિંગમાં હિસ્સો લેશે
B20 ઇન્સેપ્શન મીટિંગ પછી ગુજરાતમાં આ બીજી G20 ઇવેન્ટ છે
ગાંધીનગર, તા. 03
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતે જી20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે અને તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. ભારત માટે જી20ની અધ્યક્ષતા દેશના ઇતિહાસમાં નિર્ણાયક બાબત છે, કારણકે તે આઝાદી કા અમૃત મહોત્સવ સાથે એકરૂપ થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત તેનો બીજો G20 કાર્યક્રમ, પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગની યજમાની કરવા માટે તૈયાર છે. આ મીટિંગ 7થી 9 ફેબ્રુઆરી, 2023 દરમિયાન કચ્છના રણ ખાતે યોજવામાં આવશે.






