Home દેશ કાનપુરમાં માતાની કરતૂતોથી પરેશાન ત્રણ દીકરીઓ પોલીસ કમિશનરને ફરિયાદ કરવા પહોંચી

કાનપુરમાં માતાની કરતૂતોથી પરેશાન ત્રણ દીકરીઓ પોલીસ કમિશનરને ફરિયાદ કરવા પહોંચી

106
0

યુપીના કાનપુરમાં ત્રણ છોકરીઓ પોતાની માતા વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ કમિશનરની ઓફિસ પહોંચી હતી. જેમના હાથમાં પોસ્ટર હતા. તેમના પર લખ્યું હતું કે ‘મને મારી માતાથી બચાવો, મારી માતા અમને તેના પ્રેમી સાથે મળીને વેચવા માંગે છે, અમે આત્મહત્યા કરવા મજબૂર છીએ’. તેમના પિતા પણ 4 વર્ષ, 12 અને 15 વર્ષની આ છોકરીઓ સાથે હતા. યુવતીઓનો આરોપ છે કે તેમની માતા તેના પ્રેમી કોમલ સિંહ સાથે એક વર્ષ પહેલા ભાગી ગઈ હતી. આ પછી તેણે તેના પિતાને હેરાન કરવા માટે કોર્ટમાં 6 કેસ દાખલ કર્યા છે. તે ઘર વેચીને પૈસા આપવાનું દબાણ કરી રહી છે. મોટી છોકરીનો આરોપ છે કે તેની માતા તેને બળજબરીથી પોતાની પાસે રાખવા અને વેચવા માંગે છે.

આ છોકરીઓના પિતા મંદિરની પાસે એક રમકડાંની દુકાન ચલાવે છે. પત્નીને કોમલસિંહ નામના યુવક સાથે 2 વર્ષ પહેલા સંબંધ હતો. જ્યારે પરિવારજનોએ આ અંગે વાંધો ઉઠાવ્યો ત્યારે તે એક વર્ષ પહેલાં કોમલસિંહ સાથે જતી રહી હતી. પરિવારનો આરોપ છે કે તે ઘરમાંથી ઘરેણાં પણ લઈ ગઈ છે. તેણે તેના પતિની સાથે તેના ભાઈ પર પણ મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલામાં પોલીસ કમિશનર બીપી જોગદંડે જણાવ્યું હતું કે ત્રણ યુવતીઓ તેમની ફરિયાદ લઈને આવી હતી. તેની માતા કોઈની સાથે ગઈ છે. તે કહે છે કે માતા તેમને પરેશાન કરી રહી છે. પોલીસને આ મામલે તપાસ કરી કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here