Home ગુજરાત કામરેજ નજીક હાઇવે પર કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી, ફાયર ટીમે આગ...

કામરેજ નજીક હાઇવે પર કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી, ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો

151
0

સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાના ખોલવડ ગામની સીમમાં રાત્રીના સમયે હાઇવે પરથી પસાર થતી કારમાં અચાનક આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા હાઇવે પર અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમ સ્થળ પર પહોંચીહતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર કામરેજ તાલુકાના ખોલવડ ગામની સીમમાં રાત્રીના એક કારમાં આગ લાગવાની ઘટના બની હતી. ખોલવડ તાપી નદીના બ્રિજ પરથી ડીઝલ કાર પસાર થઈ રહી હતી.

જે દરમિયાન કારનાં આગળના ભાગે શોર્ટસર્કીટનાં કારણે ધુમાડો નીકળવાનો શરૂ થયો હતો. કાર ચાલક સમય સુચકતા રાખી ગાડીમાંથી ઉતરી ગયો હતો. જોતજોતામાં ધુમાડો આગમાં પરિવર્તિત થયો હતો અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

આખી કાર આગની ચપેટમાં આવી જતા અને નેશનલ હાઇવે પર કાર ભડકે બળતા હાઇવે પર અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાની જાણ કામરેજ ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here