રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૧.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૮૫૮.૪૩ સામે ૬૦૯૦૧.૧૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૫૮૫.૨૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૧૫.૯૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૭.૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૦૫૫.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૧૩.૧૫ સામે ૧૮૧૫૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૦૩૬.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૪.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૭.૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૦૫૫.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકામાં ડિસેમ્બરના રીટેલ વેચાણના આંકડા એક વર્ષની નીચી સપાટીએ નબળા જાહેર થતાં અને મંદીના ઓછાયામાં અમેરિકી વૈશ્વિક આઈટી જાયન્ટ માઈક્રોસોફટ દ્વારા માર્ચ ૨૦૨૩ સુધીમાં ૧૦,૦૦૦ કર્મચારીઓને છૂટ્ટા કરવાનું જાહેર કરાતાં બેરોજગારી સાથે મંદીના વધેલા ભયે અમેરિકી શેરબજારમાં ઘટાડા સાથે વૈશ્વિક બજારોમાં આજે નરમાઈ રહી હતી. આ સાથે ભારતીય શેરબજારમાં પણ ફોરેન ફંડોની સપ્તાહની શરૂઆતમાં ખરીદી બાદ ફરી વેચવાલી સામે લોકલ ફંડોની ખરીદીના જોરે તેજી યથાવત રહ્યા બાદ આજે સપ્તાહના અંતે વૈશ્વિક બજારો પાછળ સાવચેતીમાં પ્રોફિટ બુકિંગ થયું હતું.
વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન હળવું થતાં છતાં ટેલિકોમ્યુનિકેશન, કોમોડિટીઝ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી, મેટલ, કંઝ્યુમર ડિસ્ક્રિશનરી, હેલ્થકેર અને કેપિટલ ગુડ્સ શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે બીએસઇ સેન્સેક્સ ૨૩૬ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૫૭ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૫૧ લાખ કરોડ વધીને રૂ.૨૮૦.૨૬ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર પાવર, યુટિલિટીઝ, બેન્કેક્સ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી અને ફાઈનાન્સિયલ સર્વિસીસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૮૩ અને વધનારની સંખ્યા ૧૪૯૮ રહી હતી, ૧૫૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં ભારતનો વ્યાપારી માલસામાનનો વેપાર રૂ.૧ લાખ કરોડથી ઉપર પહોંચી ગયો છે. આમાંથી ૪૫૦ બિલિયન ડોલર નિકાસ અને ૭૨૩ બિલિયન ડોલર આયાત છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડેટા અનુસાર, ૨૦૨૨માં વિદેશમાં મોકલવામાં આવેલા કન્સાઇનમેન્ટમાં પાછલા વર્ષની સરખામણીમાં ૧૩.૭%નો વધારો થયો છે, જ્યારે આયાતમાં ૨૧%નો વધારો થયો છે. વર્ષના પ્રથમ છ મહિનામાં નિકાસમાં બે આંકડાનો વધારો થયો છે અને તે ૩૪ થી ૨૦% સુધીની છે. તે પછી જુલાઈમાં અને ત્યાર બાદ વિકાસ દર સિંગલ ડિજિટમાં આવી ગયો હતો અને વર્ષના અંતે વિકસિત દેશોમાં મંદીના ડરથી ભારતની નિકાસને અસર થઈ હતી.
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ, વૈશ્વિક સ્તરે અંધકારમય પરિસ્થિતિ હોવા છતાં કુલ વેપારી વેપાર રૂ.૧ લાખ કરોડને પાર કરી ગયો છે. આ આગળના મુશ્કેલ વર્ષ માટે સેટ કરી રહ્યું છે કારણ કે ૨૦૨૩માં મુખ્ય અર્થવ્યવસ્થાઓના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ ૩%થી પણ ઓછી રહેવાની સંભાવના છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે ભૌગોલિક રાજકીય અસ્થિરતા, ઉચ્ચ ફુગાવો અને અદ્યતન દેશોમાં નાણાકીય નીતિ કડક થવાને કારણે વપરાશમાં ઘટાડો થઈ રહ્યો છે અને ઈન્વેન્ટરીઝમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે અમેરિકા અને યુરોપના દેશોમાં મંદીની સ્થિતિ સર્જાઈ છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશને ૨૦૨૨ માં વૈશ્વિક વ્યાપારી વેપારમાં ૩% વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો.






