Home ગુજરાત ગાંધીનગરના જૂના સચિવાલય પાછળ પિસ્તોલ લઈને ફરતો શખ્સને એલસીબીએ પકડ્યો

ગાંધીનગરના જૂના સચિવાલય પાછળ પિસ્તોલ લઈને ફરતો શખ્સને એલસીબીએ પકડ્યો

118
0

ગાંધીનગરના જૂના સચિવાલય પાછળ આવેલી નોનવેજની હાટડી વિસ્તારમાં પિસ્તોલ લઈને ફરતા 22 વર્ષના કલોલનાં યુવાનને લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે પૂર્વ બાતમીના આધારે નશાની હાલતમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં યુવાન નસેડી હોવાથી કલોલમાં ચાલતાં નશાનાં કારોબાર નું પગેરુ બહાર આવવાની પણ શકયતા રહેલી છે. ગાંધીનગર જિલ્લામાં ગુનાહિત પ્રવૃતિઓ ઉપર અંકુશ મેળવવા માટે લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ દિવાનસિંહ વાળાનાં સુપરવિઝન હેઠળ પીએસઆઇ એચ પી સોલંકી સ્ટાફના માણસો સાથે સેકટર – 21 પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા.

એ દરમ્યાન બાતમી મળી હતી કે જુના સચિવાલય પાછળ આવેલ નોનવેજની હાટડી વિસ્તારમાં એક ઈસમ ગેરકાયદેસર પિસ્તોલ લઈને ફરી રહ્યો છે. જેનાં પગલે એલસીબીની ટીમે તકદીર નોન વેજલોજ પાછળથી નશાની હાલતમાં એક ઈસમને દબોચી લેવામાં આવ્યો હતો. જેની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ ભાવેશ કાંતિભાઈ ચૌહાણ (રહે ઓમ રેસિડેન્શિ, લાયસન્સ નગરની બાજુ, કલોલ રેલ્વે પૂર્વ) હોવાનું જણાવ્યું હતું.

જેની તલાશી લેતાં તેની પાસેથી મશીન કટ પિસ્તોલ મળી આવી હતી. જે અંગે કડકાઈથી પૂછતાંછ કરવા છતાં નશાની હાલતમાં ભાવેશ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. આ અંગે એલસીબીના સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાવેશને કલોલથી બિનવારસી હાલતમાં પિસ્તોલ મળી હોવાનું રટણ કર્યા કરતો હતો.

જો કે આ વાત ગળે ઉતરે એમ નથી. નશાની હાલતમાં હોવાથી તેની વધુ પૂછતાંછ થઈ શકી નથી. તે પિસ્તોલ ક્યાં હેતુસર લઈને ફરતો હતો એની ઘનિષ્ઠ પુછતાછ હાથ ધરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here