ગાંધીનગર,
વર્ષ-2023 રાજ્યક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યકિતઓ, દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા, દિવ્યાંગ વ્યકિતઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીસર્સનો સમાવેશ થાય છે.
રાજય દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમૂનો રોજગાર અને તાલીમ નિયામક ખાતાની વેબસાઇ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી અથવા જિલ્લા રોજગાર કચેરી,ગાંધીનગર, પ્રથમ માળ, સહયોગ સંકુલ, sector-11 ખાતેથી વિના મુલ્યે તા.30/11/2023 સુધી મેળવી શકાશે. શ્રેષ્ઠ દિવ્યાંગ કર્મચારી કે સ્વરોજગારી માટે 40 ટકા કે તેથી વધુ ક્ષતી ધરાવતા અંધ, બહેરા-મૂંગા, અપંગ રકતપિત તથા મંદબુદ્ધિવાળા દિવ્યાંગ વ્યક્તિઓ તથા 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યકિતને કામે રાખનાર નોકરીદાતા, સંસ્થા કે એમ્પ્લોયર તેમજ દિવ્યાંગને રોજગારી અપાવનાર કે થાળે પાડવા વરિષ્ઠ કામગીરી કરનાર પ્લેસમેન્ટ ઓફીસરોના અરજી ફોર્મ તા.30/11/2023 સુધીમાં રૂબરૂ અથવા ટપાલ મારફત જરૂરી બિડાણો સહિત મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.અધુરી વિગત વાળી/નિયત સમય મર્યાદા બાદની આવેલ અરજી રોજગાર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે
નહી, તેવું રોજગાર અધિકારીએ જણાવ્યું છે.
Home દેશ ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે અરજીઓ મંગાવવામાં...






