Home અન્ય ગાઝામાં ઈઝરાયેલી સેના દ્વારા ભારે બોમ્બમારો, જેમાં હમાસ કમાન્ડર અસમ અબુ માર્યો...

ગાઝામાં ઈઝરાયેલી સેના દ્વારા ભારે બોમ્બમારો, જેમાં હમાસ કમાન્ડર અસમ અબુ માર્યો ગયો

103
0

હાલમાં ચાલી રહેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝામાં જોરદાર બોમ્બમારો થઈ રહ્યો છે. હમાસના એરફોર્સ ચીફ અને નેવલ કમાન્ડો બ્રિગેડના વડા આસેમ અબુ રકાબા ઈઝરાયેલી સેનાના હુમલામાં માર્યા ગયા છે. વેસ્ટ બેંકમાં ઘૂસીને ઈઝરાયેલી સેનાનું ઓપરેશન ચાલુ છે. ઈઝરાયેલે ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરવાની જાહેરાત કરી છે. હમાસના ઘણા લડવૈયાઓની પણ ધરપકડ કરવામાં આવી છે. IDF પણ બખ્તરબંધ વાહનો સાથે ગાઝામાં પ્રવેશ્યું છે. બીજી તરફ અમેરિકન યુદ્ધ જહાજો પણ હુમલો કરવા તૈયાર છે. તેનો અર્થ એ કે યુદ્ધ હવે એવા તબક્કામાં છે જ્યાં કંઈપણ શક્ય છે.. અત્રે ઉલ્લેખનીય કે, ગાઝામાં હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મતદાન દ્વારા પહેલ કરવામાં આવી હતી. જોર્ડન દ્વારા લાવવામાં આવેલા ઠરાવમાં 120 દેશોએ તરફેણમાં જ્યારે 14 દેશોએ વિરોધમાં મતદાન કર્યું હતું. ભારત સહિત 45 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો.યુદ્ધ રોકવા અને ગાઝામાં ઈઝરાયેલના હવાઈ હુમલાને કારણે સર્જાયેલી અરાજકતાને ટાળવા માટે આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ વચ્ચે ઈઝરાયેલને સમર્થન આપનારા દેશોએ પણ વોટિંગથી દૂર રહ્યા હતા. નાગરિકોની સુરક્ષા અને ઉદારવાદી અભિગમ માટે મદદની અપીલ કરવામાં આવી હતી.ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અમેરિકા સહિત 14 દેશોના સ્ટેન્ડને લઇને હોબાળો થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here