ગુવર્ષ 2023 સમર વેકેશન દરમિયાન લેવાયેલી પરીક્ષામાં કોપી કેસને લઈને રાજ્યની સૌથી મોટી ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી વિવાદમાં સપડાઈ છે. આ પરીક્ષા દરમિયાન કોપી કેસ મામલે 600 વિદ્યાર્થીઓનું હિયરિંગ થયું હતું. જે પૂર્ણ થયા બાદ વધુ 58 જેટલા વિદ્યાર્થીઓનો કોપી કેસ સામે આવ્યો છે. આ 58માંથી જામનગરની એક ઈન્સ્ટીટ્યૂટના એક સાથે 12 વિદ્યાર્થીઓ પૂરવણીની આપલે કરતા ઝડપાયા છે. આ મામલે આ 58 વિદ્યાર્થીઓ સામે પણ તપાસનો ધમધમાટ શરુ થયો છે. પરીક્ષાને લઈને ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી સતત વિવાદોમાં રહેતી હોય છે. જો કે આ વખતે પરીક્ષા વિભાગની સમયસૂચકતા કહો કે સતર્કતાને કારણે પરીક્ષા દરમિયાન યુનિવર્સિટીમાં મોકલવામાં આવેલા સીસીટીવીની ચકાસણીમાં 58 વિદ્યાર્થીઓનું હિયરિંગ કરવામાં આવી રહ્યું છે. અગાઉ સમર વેકેશન દરમિયાન લેવાયેલી પરીક્ષા બાદ 600 વિદ્યાર્થીઓનું કોપી કેસ મામલે હિયરિંગ થયું હતું. જીટીયુમાં એન્જિનિયરિંગ, ફાર્મસી અને એમબીએ એમસીએ સહિતના અલગ અલગ અભ્યાસ ક્રમના 600થી વધુ કોપીકેસની સુનાવણી પૂરી થયા બાદ બાકી રહેલા 58 વિદ્યાર્થીઓનાં હિયરિંગની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને સુનાવણી માટે યુનિવર્સિટી બોલાવવામાં આવી રહ્યાં છે. આગામી સમયમાં જીટીયુ દ્વારા નિમાયેલી તપાસ કમિટી વિદ્યાર્થીઓની ગુનાઓની ગંભીરતા મુજબ સજા સંભળાવશે. જીટીયુના રજિસ્ટ્રાર કે. એન. ખેરે આ મામલે જણાવ્યું થે કે, યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષામાં તમામ સેન્ટર પર સીસીટીવી ફરજિયાત હોય છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ સીસીટીવી જીટીયુમાં મોકલવાના હોય છે. જામનગરની અક્ષર ઈન્સ્ટીટ્યૂટ દ્વારા પણ આ સીસીટીવી મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ પરીક્ષા વિભાગની તપાસમાં આ ઈન્સ્ટીટ્યૂટના 12 વિદ્યાર્થીઓ સામુહિક પુરવણીની આપલે કરતા ઝડપાયા હતા. હાલ બીજા તબક્કાનું હિયરિંગ ચાલી રહ્યું છે. જો કે, આ 58 વિદ્યાર્થીઓમાં 12 વિદ્યાર્થીઓ એવાં છે જે જામનગરની અક્ષર ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફાર્મસીની પરીક્ષા દરમિયાન પૂરવણીની આપલે કરતા ઝડપાયા છે. આ મામલે અક્ષર ઈન્સ્ટીટ્યૂટ કોલેજના અધિકારીઓને પણ હિયરિંગ માટે બોલાવવામાં આવ્યાં છે. તેમની પણ આ મુદ્દે સ્પષ્ટતા માંગવામાં આવી રહી છે કે, આ પ્રકારે સામુહિક રીતે પુરવણીની આપલે થઈ રહી હતી તે તેમના ધ્યાને કેમ ન આવી.
Home દેશ ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીનાં 58 જેટલા વિદ્યાર્થીઓનાં કોપી કેસમાં , જામનગરની એક ઈન્સ્ટીટ્યૂટના...






