Home મનોરંજન ‘ચન્ના મેરેયા’ ગીત પર પાકિસ્તાની અભિનેત્રી માહિરાએ કર્યો ડાન્સ

‘ચન્ના મેરેયા’ ગીત પર પાકિસ્તાની અભિનેત્રી માહિરાએ કર્યો ડાન્સ

119
0

પ્રખ્યાત પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન એક મોટું નામ છે. માહિરાને માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ ભારતમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. તેની ફિલ્મો અને સિરિયલો લોકોને ખૂબ પસંદ આવે છે. પાકિસ્તાની અભિનેત્રી માહિરા એક ઉત્તમ અભિનેત્રી છે. તેણે શાહરૂખ ખાન સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. માહિરાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં, માહિરા ખિને તાજેતરમાં જ સેલિબ્રિટી ફોટોગ્રાફર શાહબાઝ શાજીના લગ્ન સમારોહમાં લીના શરિલ સાથે હાજરી આપી હતી. આ ફંક્શનનો એક વીડિયો હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં માહિરા રણબીર કપૂરના ગીત ‘ચન્ના મેરેયા’ પર ડાન્સ કરતી જાેઈ શકાય છે. જાેકે લગ્નમાં હાજર લગભગ દરેક જણ આ ગીત પર ડાન્સ કરી રહ્યા છે. પરંતુ લોકોની નજરમાં આ ગીત પર માહિરાનો ડાન્સ અલગ જ કહાની કહી રહ્યો છે. આ ગીત કરણ જાેહરની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલનું છે. જે અરિજિત સિંહે ગાયું છે અને અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યું છે. વીડિયોમાં જ્યાં સુધી માહિરાની નજર કેમેરા પર ન પડે ત્યાં સુધી તે આ ગીત પર ખુલ્લેઆમ ડાન્સ કરી રહી છે. પરંતુ જેવી તેમને ખબર પડી કે કોઈ વીડિયો બનાવી રહ્યું છે. તે અટકી જાય છે અને વીડિયો બનાવવાનો પણ ઇનકાર કરે છે. માહિરાના રિએક્શન પરથી લાગે છે કે તે વીડિયો બનાવવા માટે અસહજ અનુભવી રહી છે. તમને જણાવી દઈએ કે, એક સમય એવો હતો જ્યારે રણબીર કપૂર અને માહિરા ખાનના અફેરની ખૂબ ચર્ચા થતી હતી. બંને વર્ષ ૨૦૧૭માં યુએસએમાં અડધી રાત્રે સિગારેટ પીતા જાેવા મળ્યા હતા. બંનેની તસવીર ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગઈ હતી. જે બાદ તેમના સંબંધોના સમાચાર દરેક જગ્યાએ ફેલાઈ ગયા હતા. બંને એક એવોર્ડ ઈવેન્ટમાં પણ સાથે જાેવા મળ્યા હતા. જાેકે, થોડા દિવસો પછી આ સમાચાર આવવાનું બંધ થઈ ગયું હતું. માહિરા પાકિસ્તાનની જાણીતી અભિનેત્રી છે જે હંમેશા ચર્ચામાં રહે છે. માહિરા પાકિસ્તાનની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. આ દરમિયાન તેનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here