Home દુનિયા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કર્યું એલાન, ચીનની સેના યુદ્ધ માટે તૈયાર રહે...

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કર્યું એલાન, ચીનની સેના યુદ્ધ માટે તૈયાર રહે :- શી જિનપિંગ

65
0

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુરુવારે ચીનના સાર્વભૌમત્વ અને ક્ષેત્રની રક્ષા કરવા માટે સૈનિકોને આહ્વાન કર્યું હતું. જિનપિંગે ચીનના સૈનિકોને યુદ્ધની રણનીતિ બનાવવા અને યુદ્ધને જીતવા માટેની યોજના પર કામ કરવા કહ્યું હતું. શી જિનપિંગે ચીનના ઈસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવાસે હતા. આ મુલાકાત દરમિયાન તેમણે સૈનિકોને સંબોધિત કરતા કહ્યુ કે, દુનિયા ઉથલપાથલ અને પરિવર્તનના નવા યુગમાં પ્રવેશી છે. ચીનની સુરક્ષા સ્થિતિ વધારે અનિયમિત અને અસ્પષ્ટ બની છે. ચીનમાં આવેલો જિયાંગ્સૂ વિસ્તાર પૂર્વી થિયેટર કમાન્ડના મુખ્ય મથક તરીકે કાર્ય કરે છે. પૂર્વી થિયેટર કમાન્ડ તાઈવાન જલડમરૂમધ્ય અને પૂર્વ ચીન સાગર સહિત સમગ્ર પૂર્વ ચીનમાં સુરક્ષા માટે જવાબદાર છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેમની સેનાને લોખંડની દિવાલમાં ફેરવવા અને દેશની સુરક્ષા કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, ચીને તાઈવાન પર બાહ્ય હસ્તક્ષેપને નકારી કાઢવા જાેઈએ. ચીને સતત તાઈવાન પર પોતાનો દાવો કરી રહ્યુ છે. આ ઉપરાંત તેનાથી આગળ ચીને અમેરિકન રાજદ્વારીઓને તાઈવાનના નેતાઓ સાથે વાત ન કરવા માટે પણ કહ્યુ છે. તેનું કારણ એ છે કે ચીન કોઈપણ વાતચીતને તાઈવાનની સ્વતંત્રતાના સમર્થન સાથે જાેડે છે. ગયા વર્ષે ેંજી સંસદના સ્પીકર નેન્સી પેલોસીની તાઇવાન યાત્રા પછી ચીને તાઇવાન બોર્ડર નજીક યુદ્ધાભ્યાસ કર્યો હતો. આ દરમિયાન ચીને ફાયરિંગ કરી અને રોકેટ પણ છોડ્યા હતા. ચીન પહેલાથી જ કહેતું આવ્યું છે કે, જાે જરૂર પડશે તો તેઓ તાઈવાન સામે બળપ્રયોગ કરવા પણ તૈયાર છે. વર્ષ ૨૦૦૫માં પસાર થયેલા એક કાયદાને કારણે, ચીનને તાઈવાનને અલગ થવા પર કે તેની તૈયારી માટે સેનાનો ઉપયોગ કરવાનો અધિકાર છે. રાષ્ટપતિ શી જિનપિંગ દ્વારા આ વાત ત્યારે કરવામાં આવી જ્યારે અમેરિકાના નાણા મંત્રી જેનેટ યેલેન તણાવ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે વાતચીત માટે ચીન પહોંચ્યા છે. રાષ્ટપતિ શી જિનપિંગે કહ્યુ કે, આપણે રાજકીય દૃષ્ટિકોણથી લશ્કરી મુદ્દાઓને વિચારવા અને સંભાળવાનું ચાલુ રાખવું જાેઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here