Home દુનિયા ચીનમાં નોકરી મેળવવા માંગતા યુવાનોને સરકારે કહ્યું ગામડે જઈ કરો કામ

ચીનમાં નોકરી મેળવવા માંગતા યુવાનોને સરકારે કહ્યું ગામડે જઈ કરો કામ

81
0

ચીનમાં યુવા બેરોજગારીનો દર રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયો છે. અધિકારીઓએ ગ્રામીણ વિસ્તારોમાં કામ કરવા માટે યુવાનોને આકર્ષવા માટે શ્રેણીબદ્ધ કાર્યક્રમો શરૂ કર્યા છે, જ્યાં તેમને સ્થાનિક પાકની ગુણવત્તા સુધારવા, પ્રચાર માટે દિવાલોને રંગવાનું અને ખેડૂતો માટે પક્ષના નેતૃત્વની પ્રશંસા કરવાનું કામ સોંપવામાં આવશે. કૉલેજના વિદ્યાર્થી સ્વયંસેવકોના જૂથે તાજેતરમાં દક્ષિણ શહેર ગુઆંગઝૂની પશ્ચિમે એક ગામમાં દિવાલ પર ડ્રગ વિરોધી ચિહ્નો દોર્યા હતા. આ કોલેજના વિદ્યાર્થીઓ માને છે કે આવા પગલાથી તેમની સરકારી નોકરી મળવાની તકો વધી જશે. અન્ય ગામમાં, CCP સાથે કામ કરતા યુવાનોના બીજા જૂથે બાળકોને વાંચતા લખતા શીખવવાની કારકિર્દી તરીકે આપનાવ્યું. શી જિનપિંગે એક ભાષણમાં અધિકારીઓને વધુ કૉલેજ સ્નાતકોને ગ્રામીણ વિસ્તારોમાં કામ કરવા માટે માર્ગદર્શન આપવા આહ્વાન કર્યા પછી આ સંદર્ભે સરકારી પ્રયાસો વધુ તીવ્ર બન્યા. શી જિનપિંગે કહ્યું કે લોકોને નગરો અને ગામડાઓમાં લઈ જવાથી કેટલાક શહેરો પર દબાણ ઓછું થઈ શકે છે.. ચેન નામની આવી જ એક યુવતીએ કોલેજમાં અભ્યાસ કર્યો છે અને હવે તે દક્ષિણ ચીનમાં કોમ્યુનિસ્ટ યુથ લીગ સાથે વીડિયો બનાવવાનું કામ કરી રહી છે. પાર્ટી ચેન જેવા યુવાનોની ડિજિટલ સમજશક્તિનો લાભ લેવા આતુર છે અને તેમાંના કેટલાકને પ્રોનથી લઈને મગફળી સુધીના સ્થાનિક ઉત્પાદનો વેચવા માટે ઈ-કોમર્સ ચેનલો સ્થાપવાનું કામ સોંપ્યું છે. CCPનો મત એ છે કે આ ઉત્પાદનોની વિશિષ્ટ બ્રાન્ડની સ્થિતિ સ્થાનિક શહેરી રહેવાસીઓને આકર્ષશે, તેમને વધુ ગ્રામીણ ઉત્પાદનો ખરીદવા અને ગરીબ વિસ્તારો માટે આવક પેદા કરવા પ્રેરિત કરશે. ગ્રામીણ વિસ્તારોમાં યુવાનોને મોકલવાનો વિચાર ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના ઈતિહાસમાં નોંધાયેલો છે, જ્યારે 1960 અને 1970ના દાયકામાં માઓ ઝેડોંગના નેતૃત્વમાં 1,600 વિદ્યાર્થીઓને મોકલવામાં આવ્યા હતા. તેમાંથી, 15 વર્ષીય શી જિનપિંગને બેઇજિંગના એક વિશેષાધિકૃત પરિવારમાંથી ઉત્તર ચીનના એક ગરીબ ગામમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. અધિકૃત મીડિયા અહેવાલો અનુસાર, તે એક સાદી ગુફામાં સૂતો હતો, ઘેટાં ચારતો હતો અને સાથી ગ્રામજનો સાથે ખેતરોની સંભાળ રાખતો હતો.. હવે ચીનના નેતા તરીકે શી જિનપિંગ માને છે કે આ અનુભવે તેમનું જીવન બદલી નાખ્યું છે અને તેમને શીખવ્યું છે કે દેશ માટે બલિદાન આપવું જોઈએ. યુવાનોએ વધુ સંકલ્પબધ્ધ હોવું જોઈએ, જે ગ્રામીણ કાર્યને પ્રોત્સાહન આપવાનો આધાર પણ છે. જો કે, શિક્ષિત યુવાનોને પર્વતો અને ગ્રામીણ વિસ્તારોમાં મોકલવાના શી જિનપિંગના અનુભવથી કેટલાક મુખ્ય પાસાઓમાં આજનું અભિયાન અલગ છે. સૌ પ્રથમ તો સરકાર સ્વયંસેવકોને બળજબરીથી મોકલવાને બદલે ગ્રામીણ વિસ્તારોમાં જવાની હિમાયત કરી રહી છે. સત્તાવાર મીડિયાએ લી યુયાંગ જેવા કેટલાક સ્વયંસેવકોને CCP પ્રચારક તરીકે વર્ણવ્યા છે. ચીનની કૃષિ નીતિઓને પ્રોત્સાહન આપવા માટે તેમના માટે ખેતરોની મુલાકાત લેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તાજેતરના સ્નાતકોને બે થી ત્રણ વર્ષ માટે ગ્રામીણ વિસ્તારોમાં કામ કરવા માટે મોકલવામાં આવે છે. સત્તાવાર રીતે સ્વયંસેવકો તરીકે ઓળખાતા, તેઓ રાજકીય વફાદારી તપાસને આધીન છે અને રૂમ અને બોર્ડ માટે દર મહિને આશરે US$300 મેળવે છે. સહભાગીઓ તેમની સેવા પૂર્ણ કર્યા પછી, જો તેઓ ચીનની અત્યંત સ્પર્ધાત્મક સિવિલ સર્વિસ પરીક્ષા આપવાનું પસંદ કરે તો તેઓને બોનસ પોઈન્ટ્સ પ્રાપ્ત થશે. સરકારે સ્વયંસેવક કાર્યક્રમમાં સહભાગીઓને વચન પણ આપ્યું હતું કે જો તેઓ રાજ્યની માલિકીના સાહસોમાં નોકરી માટે અરજી કરશે તો તેમને પ્રાથમિકતા આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here