Home દુનિયા ચીની સૈનિકોને તાઈવાનમાં આવતા જ મળશે મોત, અમેરિકા આપશે આ ખતરનાક હથિયાર

ચીની સૈનિકોને તાઈવાનમાં આવતા જ મળશે મોત, અમેરિકા આપશે આ ખતરનાક હથિયાર

60
0

ચીનનો સામનો કરવા માટે તાઈવાનને અમેરિકા પાસેથી ખૂબ જ ખતરનાક હથિયાર મળવા જઈ રહ્યા છે. અમેરિકા તાઈવાનને વોલ્કેનો માઈન સિસ્ટમ આપવા જઈ રહ્યું છે. આ હથિયારને જ્વાળામુખી પણ કહેવામાં આવે છે. આ હથિયારની ખાસિયત એ છે કે તે થોડી જ મિનિટોમાં મોટા વિસ્તારમાં લેન્ડ માઈન લગાવી શકે છે. તાઈવાન માટે એન્ટી-પર્સનલ એટલે કે સૈનિકો માટે લેન્ડમાઈન લગાવવામાં અને એન્ટી ટેન્ક માઈંસ એટલે કે ટેન્ક માટે અનેક લેન્ડમાઈન લગાવી શકાય છે. ‘વોલ્કેનો માઈન્સ સિસ્ટમ’ને ખતરનાક માનવામાં આવે છે કારણ કે ચીન તરફથી તાઈવાન પર ગમે ત્યારે હુમલો થઈ શકે છે. જાે હુમલા દરમિયાન ચીની સૈનિકો તાઈવાનની જમીન પર પગ મૂકે છે તો તેમને લેન્ડમાઈન દ્વારા નિશાન બનાવી શકાય છે. આટલું જ નહીં પરંતુ ‘વોલ્કેનો માઈન્સ સિસ્ટમ’નો ઉપયોગ ચાઈનીઝ ટેન્ક માટે પણ કરવામાં આવશે. ચીન ઈચ્છે તો પણ દરિયાઈ માર્ગે કે હેલિકોપ્ટરથી ઉતરી શકશે નહીં, કારણ કે તેના સ્વાગત માટે લેન્ડમાઈન લગાવવામાં આવશે. અમેરિકા પાસેથી ‘વોલ્કેનો માઈન્સ સિસ્ટમ’ મેળવ્યા બાદ તાઈવાન લેન્ડમાઈન ધરાવતો ટાપુ બની શકે છે. આ માટે તાઈવાન અને અમેરિકા વચ્ચે ૧૧૦૦ કરોડ રૂપિયાથી વધુની ડીલ થઈ છે. તાઈવાનના રક્ષા મંત્રીએ હથિયારોના સોદાની જાહેરાત કરી હતી. આ હથિયારનું પૂરું નામ ‘વોલ્કેનો વ્હીકલ-લોન્ચ્ડ સ્ક્રુટેબલ માઈન્સ સિસ્ટમ’ છે. ડીલ હેઠળ, આ સિસ્ટમની ડિલિવરી ૨૦૨૯ના અંત સુધીમાં કરવામાં આવશે. ડીલ હેઠળ હથિયાર લગાવવા માટે ટ્રક પણ આપવામાં આવશે. તાઈવાનની સેનાએ જણાવ્યું કે દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘વોલ્કેનો માઈન્સ સિસ્ટમ’ તૈનાત કરવામાં આવશે. તેને તાઈવાનના ઉત્તર, મધ્ય અને દક્ષિણ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે. સેનાનું કહેવું છે કે આ માઈન સિસ્ટમ પરંપરાગત લેન્ડમાઈન્સની વિરુદ્ધ છે. પરંપરાગત લેન્ડમાઈન હાથ લગાવવામાં આવી છે. જાે ચીની સેના જમીન પરથી હુમલો કરે છે, તો તેને રોકવા માટે સિસ્ટમને ઝડપથી મોટા વિસ્તાર પર લગાવી શકાય છે. દરેક વોલ્કેનો માઈન્સ ડિસ્પેન્સરમાં ૯૬૦ લેન્ડમાઈન હોય છે. તે ચારથી ૧૨ મિનિટમાં ૧૧૦૦ મીટર લાંબી અને ૧૨૦ મીટર પહોળી લેન્ડમાઈન લગાવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here