Home ગુજરાત જુનિયર ક્લાર્કની પરીક્ષામાં જવા નીકળેલા ઉમેદવારોની ગાડીને નડ્યો અકસ્માત

જુનિયર ક્લાર્કની પરીક્ષામાં જવા નીકળેલા ઉમેદવારોની ગાડીને નડ્યો અકસ્માત

51
0

જે રીતે સવાથી જુનિયર ક્લાર્કની પરીક્ષાનો માહોલ છે તે જાેતા એમ લાગી રહ્યું છે કે આ પરીક્ષા નિર્વિધ્ને પાર પડશે. જુનિયર ક્લર્કની પરીક્ષાને હવે માત્ર દોઢ કલાક બાકી છે. ઉમેદવારોને કેન્દ્રમાં પ્રવેશ આપવાનો શરૂ કરાયો છે. થોડીવારમાં પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારોને પ્રવેશ મળશે. પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો સઘન સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવાયો છે. યોગ્ય રીતે ચકાસણી કરીને ઉમેદવારોને પ્રવેશ અપાય છે. ૧૧ઃ૪૫ વાગ્યા બાદ ઉમેદવારોને પ્રવેશ નહિ અપયા. ત્યારે આ પહેલા એક દુખદ ઘટના બની હતી. જુનિયર ક્લર્કની પરીક્ષા આપવા જતા ઉમેદવારોને અકસ્માત નડ્યો હતો. ડાંગના વઘઈ શિવઘાટના વળાંકમાં ઉમેદવારોની ગાડીને અકસ્માત સર્જાયો હતો. ટાવેરા ગાડીની બ્રેક ફેલ થતાં ઘાટીમાં દુર્ઘટના બની હતી. જાેકે, સદનશીબે કોઈ જાનહાનિ ન થઈ. વૈકલ્પિક વ્યવસ્થા કરી ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડાયા હતા. ડાંગ જિલ્લામાં ૧૭ કેન્દ્રો પર ૫,૯૧૦ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. જુનિયર ક્લાર્ક પરીક્ષામાં ઉમેદવારોમા અનેરો જુસ્સો જાેવા મળ્યો છે. ૨૫૦ કિમી દૂર રાજકોટથી બાળકો સાથે પરીક્ષા આપવા ઉમેદવાર પહોંચ્યા હતા. મહિલા ઉમેદવાર આરતીબેન પાલ અમદાવાદના જાેધપુરમાં પરીક્ષા આપવા પહોંચ્યા હતા. તેઓ બે બાળકો સાથે કેન્દ્ર બહાર પતિની પણ પરીક્ષા જાેવા મળી. બે બાળકો સાથે મહિલાએ પરીક્ષાની તૈયારી કરી છે. તેમના પતિએ કહ્યું કે, આજે બે સંતાનો સાથે પરીક્ષા આપવા આવ્યા છીએ. પારિવારિક મિત્રના ઘરે આજે અમદાવાદમાં રહેવું પડ્યું. ગઈ વખતે પરીક્ષા રદ થઈ ત્યારે બાળકો સાથે પરેશાન થયા હતા.  જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા ઉમેદવારો કેન્દ્ર પર પહોંચ્યા છે. વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા પરીક્ષામાં ગેરરિતી રોકવા ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઈ છે. ઉમેદવારોએ હસમુખ પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો. તો જિલ્લા પોલીસ વડા સહિત કલેકટર, ડ્ઢર્ડ્ઢં દ્વારા પરીક્ષા કેન્દ્રની મુલાકાત શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારની સોશિયલ મીડિયા પર બાજ નજર રાખીને બેઠું છે. જેથી પેપરલીક જેવી કોઈ ઘટના ન બને.  પરીક્ષા પહેલા હસમુખ પટેલે ટિ્‌વટ કરીને કહ્યું કે, પરીક્ષાર્થીઓ અને પરીક્ષાયજ્ઞમાં જાેડાયેલ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર જતા પહેલા તેમની પાસે કોલલેટર અને ઓળખ પત્ર છે તેની ખાતરી કરી લે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here