ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે વર્ષ 2023 ખુબ ખાસ રહ્યું છે. આ વર્ષે અનેક ફિલ્મો રિલીઝ થઈ છે. જેમણે શાનદાર કમાણી કરી છે. વર્ષનો અંત પણ ખુબ સારી રીતે થઈ રહ્યો છે, ઓક્ટોબર મહિનામાં ભલે કોઈ ફિલ્મે સારી કમાણી કરી નથી પરંતુ નવેમ્બર મહિનો ધમાકેદાર રહેવાનો છે. સલમાન ખાનની ટાઈગર 3 ફિલ્મ 12 ડિસેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ રિલીઝને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તેમ છતાં કમાણી શરુ કરી દીધી છે. ફિલ્મની એડવાન્સ બુકિંગના બીજા દિવસનું કલેક્શન સામે આવી ગયું છે.. ટાઈગર 3 એડવાન્સ બુકિંગના પહેલા દિવસે 4.2 કરોડની કમાણી કરી લીધી છે. હવે રિપોર્ટની વાત માનીએ તો ફિલ્મે બીજા દિવસે એડવાન્સ બુકિંગમાં વધુ કમાણી કરી છે. બે દિવસમાં ફિલ્મના 85 000 ટિકીટ વેચાઈ ગઈ છે. બીજા દિવસે ફિલ્મની 22 000 ટિકીટ વેચાઈ ગઈ છે. આ સાથે આ ફિલ્મે રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ રોકી ઔર રાનીની લવસ્ટોરીને પાછળ છોડી દીધી છે. તેની 80.5 ટિકિટ વેચાઈ હતી. આ વર્ષે 2023ની અત્યારસુધીની ટોપ 5 ફિલ્મો જેમણે એડવાન્સ બુકિંગમાં સારી કમાણી કરી છે. જેમાં ફિલ્મ જવાન- 5.57 લાખ, ફિલ્મ પઠાણ- 5.56 લાખ, ફિલ્મ આદિપુરુષ – 2.85 લાખ, સૌથી વધુ હાઈક બનાવનારી ફિલ્મ ગદર 2- 2.74 લાખ અને ટાઈગર 3- 0.85 લાખ પર એડવાન્સ બુકિંગમાં પહોંચી.. રિપોર્ટની વાત માનીએ તો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે. સલમાન ખાનની આ ફિલ્મ એડવાન્સ બુકિંગ મામલે શાહરુખ ખાન અને સની દેઓલને ટક્કર આપી શકે છે. ફિલ્મે 3 થી 3.50 લાખ વેચાઈ ચૂકી છે. ફિલ્મમાં સલમાન ખાનની સાથે કેટરીના કેફજોવા મળશે. 12 નવેમ્બર 2023ના રોજ ફિલ્મ રિલીઝ થશે. ટાઈગર 3માં સલમાન ખાન અને કેટરિના કૈફ ખુબ લાંબા સમય બાદ આ ફિલ્મમાં સાથે જોવા મળશે. ફિલ્મમાં જોયાના પાત્રમાં કેટરિના ફરી એક વખત જોવા મળશે. આ સિવાય શાહરુખ ખાન અને ઋતિક રોશનનો કેમિયો પણ ચાહકો માટે એક મોટો રોલ હશે. જેની અસર એડવાન્સ બુકિંગ પર જોવા મળી રહી છે. આ વખતે વિલનના રુપમાં ઈમરાન હાશમી જોવા મળશે. દિવાળી પર રિલીઝ થવાની કહી શકાય કે, આ ફિલ્મ સારી કમાણી કરી શકે છે.






