દાહોદના જેસાવાડા નજીક અકસ્માત સર્જાયો હતો. પીકઅપ ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત થતાં ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, દાહોદના જેસાવાડા નજીક ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. પીકઅપ વાહને બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી છે. આ અકસ્માતમાં માતા, પિતા અને પુત્રનું મોત થયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત પુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તો મૃતદેહોને પણ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.






