બનાસકાંઠા જિલ્લામાં વધુ એક બનાવ સામે આવ્યો છે, જ્યાં વ્યાજખોરોએ ત્રાસ ગુજાર્યો હતો. એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદ ગૂમ થઈ ગયો છે. યુવકે આપઘાત કરવાનુ કહીને ક્યાંય ગૂમ થઈ જવાની ઘટના સામે આવી છે. અગાઉ યુવકના પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે વાતને માંડ એક મહિનો થયો હશે, ત્યાં હવે યુવક આપઘાત કરી લેવાની ચિંતા વ્યાપી છે. અગાઉ યુવકના પિતાએ વ્યાજખોરોના ત્રાસને પગલે ઝેરી દવા પી જવાને લઈ દીયોદર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જોકે ત્યારબાદ પણ વ્યાજખોરોનો ત્રાસ રહ્યો હતો. તો બીજી તરફ પોલીસ પણ યોગ્ય કાર્યવાહી નહીં કરતી હોવાનો આક્ષેપ કર્યો છે. યુવક હવે વ્યાજખોરો અર્જૂન અને નરેશના ત્રાસથી આખરે આપઘાત કરવાનુ કહીને ગૂમ થઈ જતા સમાજના આગેવાનો પણ શોધખોળ શરુ કરી છે. જ્યારે સામાજીક રીતે પણ હવે વ્યાજખોરો સામે રોષ વ્યાપ્યો છે.






