Home દેશ દિલ્હી મેટ્રોમાં જાહેરમાં ચુંબન કરતાં કપલનો વિડીયો થયો વાઈરલ, લોકોએ કહ્યું કે,...

દિલ્હી મેટ્રોમાં જાહેરમાં ચુંબન કરતાં કપલનો વિડીયો થયો વાઈરલ, લોકોએ કહ્યું કે, “પ્રેમ પ્રદર્શન સામાન્ય કરો”

96
0

દિલ્હી મેટ્રોમાં એક કપલનો વિડીયો વાયરલ થયો છે. આ ફૈંડ્ઢઈર્ં માં કપલ એકબીજાને ગળે લગાડતા, ચુંબન કરતા અને એકબીજાને પકડી રાખતા દેખાઈ રહ્યા છે. આ પ્રકારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. છેલ્લા કેટલાક સમયથી, દિલ્હીના અસંખ્ય વિડિયોઝ હેડલાઇન્સમાં આવી રહ્યા છે. રિધમ ચનાના નામની એક યુવતી માત્ર બ્રા અને સ્કર્ટ પહેરીને મેટ્રોમાં મુસાફરી કરતી દેખાઈ હતી. આ વિડીયો બાદ લોકોએ જાત જાતની પ્રતિક્રિયા આપી હતી.  પોશાકની પસંદગીથી ટીકા અને તેની સામે વળતો જવાબ પણ ઘણા લોકોએ આપ્યો હતો. એ અગાઉ એક ઘટનામાં એક મહિલાએ એક પેસેન્જર પર મરીનો સ્પ્રે છાંટ્યો હતો ત્યારે પણ ઘણી ચર્ચા અને દલીલો થઈ હતી. લોકોએ વિડીયો જાેઈ શું કહ્યું?… દિલ્હી મેટ્રોમાં જાહેરમાં ચુંબન કરતા કપલના વીડિયોની ટિ્‌વટર સહિત સોશ્યલ મીડિયા પર કેટલાક લોકોએ ટીકા કરી હતી. જાે કે આ ન્યૂઝ અને વિડીયો લોકો દ્વારા ઝડપથી ફેલાવવામાં આવ્યા હતા અને આ રીતે તેઓની સંમતિ વિના કપલના વિડિયોને ફિલ્માંકન અને પ્રસારિત કરવા માટે લોકોએ તેની ટીકા પણ કરી હતી. દિલ્હી મેટ્રોમાં અવનવી ઘટનાઓ બને છે. મેટ્રોના વિડીયો અવારનવાર વાયરલ થતાં હોય છે. ત્યારે મેટ્રોમાં બ્રા અને મિનિસ્કર્ટ પહેરી મુસાફરી કરી રહેલી મહિલાના વિડીયો અને તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે. તેના કારણે ઓનલાઇન પ્લેટફોર્મ પર હલચલ મચી ગઈ છે. ઘણા લોકોએ તેના કપડાંની પસંદગીઓ પર સવાલ ઉઠાવ્યા છે, જ્યારે અન્ય લોકો તેને ઉર્ફી જાવેદની અસર ગણાવે છે. વિડીયોમાં મહિલા સીટ પર પોતાના ખોળામાં બેકપેક લઈને બેઠી છે. તે ઊભી થઈ, ત્યારે તેને બિકીની પહેરેલી જાેઈ શકાય છે. આ વિડીયો અન્ય મુસાફરે લીધો હોવાના અહેવાલ છે. આ વિડીયો સામે આવ્યા બાદ ઘણા લોકોએ તેની તેના કપડા બદલ ટીકા કરી હતી. બીજી તરફ કેટલાક લોકો લોકોએ મહિલાની તસવીર લેનાર પર રોષ વ્યક્ત કર્યો હતો. તે વ્યક્તિએ મહિલાની ગોપનીયતાનું ઉલ્લંઘન કર્યું હોવાનું કહ્યું હતું. ટિ્‌વટર પર ઘણા લોકોએ તેને ટિ્‌વટર પર “દિલ્હી મેટ્રો ગર્લ” તરીકે પણ ઓળખાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here