Home અન્ય દિલ્હી રેલવે પોલીસે રાષ્ટ્રીય સુરક્ષાનો ભંગ કરનાર સાયબર ગુનેગાર સફીકુલ આલમની ધરપકડ...

દિલ્હી રેલવે પોલીસે રાષ્ટ્રીય સુરક્ષાનો ભંગ કરનાર સાયબર ગુનેગાર સફીકુલ આલમની ધરપકડ કરી

108
0

હિમાચલ પ્રદેશની ચંબા પોલીસના ઇનપુટ પર, દિલ્હી રેલવે પોલીસે રાષ્ટ્રીય સુરક્ષાનો ભંગ કરનાર સાયબર ગુનેગાર સફીકુલ આલમની ધરપકડ કરી છે. તેની ધરપકડથી ભારતના ઘણા રાજ્યોમાં ચાલતા આવા નેટવર્કનો પર્દાફાશ થયો છે, જે દેશમાં ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશેલા લોકોના આધાર કાર્ડ બનાવતો હતો. હકીકતમાં, હિમાચલ પ્રદેશમાં એક પેઢીએ આધાર કાર્ડ બનાવવાની ફ્રેન્ચાઇઝી લીધી છે. આરોપીઓએ આ પેઢીના સંચાલકના આઈડી અને પાસવર્ડને ક્લોન કરી લીધા હતા અને ફરી પશ્ચિમ બંગાળમાં બેસીને લોકોના આધાર કાર્ડ બનાવતા હતા. ચંબા પોલીસે આ ટોળકી સામે ગુનો નોંધ્યો છે. હિમાચલ ચંબાથી ફરાર સફીકુલ આલમની દિલ્હી પોલીસની ય્ઇઁ દ્વારા નવી દિલ્હી સ્ટેશનથી ધરપકડ કરવામાં આવી છે. સફીકુલ આલમ વિરુદ્ધ હિમાચલના ચંબા પોલીસ સ્ટેશનમાં સાયબર અને આઈટી એક્ટ હેઠળ ઘણા કેસ નોંધાયેલા છે. વાસ્તવમાં હિમાચલ પ્રદેશ પોલીસે ૮મી એપ્રિલે દિલ્હી પોલીસને જાણ કરી હતી કે, સફીકુલ આલમ પૂર્વા એક્સપ્રેસ દ્વારા દિલ્હી આવી રહ્યો છે, અને ૯ એપ્રિલે સવારે નવી દિલ્હી સ્ટેશન પર ઉતરશે, હિમાચલ પ્રદેશે પણ તેનો ફોટો અને ડોઝિયર મોકલ્યું હતું, આ પછી. આજે સવારે પૂર્વા એક્સપ્રેસ નવી દિલ્હી સ્ટેશન પર રોકાતાની સાથે જ આરોપી સફીકુલ આલમ ઝડપાઈ ગયો હતો. દિલ્હી પોલીસ તેની નાગરિકતાની તપાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે, તે બાંગ્લાદેશી નાગરિક છે. તપાસમાં ખુલાસો થયો છે કે, સફીકુલ આલમ અને તેના નેટવર્કના લોકોએ હિમાચલમાં આધાર કાર્ડની ફ્રેન્ચાઈઝી લેનાર કંપનીના કર્મચારીઓના આઈડી ક્લોન કર્યા હતા. આ પછી બંગાળથી બેઠેલા આ લોકો ભારતમાં ઘૂસણખોરોના આધાર કાર્ડ બનાવતા હતા. તેની ધરપકડ બાદ ભારતની સુરક્ષા એજન્સીઓ પણ આકરામાં આવી ગઈ છે. ૩૬ વર્ષીય આરોપી સફીકુલ આલમ ગુરુગ્રામનો રહેવાસી છે, જાેકે, તેનું મૂળ સરનામું પશ્ચિમ બંગાળનું છે. દિલ્હી પોલીસે આરોપી સફીકુલને હિમાચલ પ્રદેશ પોલીસને સોંપી દીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં આ બીજી ધરપકડ છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગ ઘણી મોટી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here