પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર અને ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી વચ્ચે તકરારના સમાચાર ખૂબ ઝડપથી ફલાઈ ચૂક્યા છે. અલબત્ત, વિરાટ કોહલીની જેમ ગંભીર પણ ભૂતકાળમાં ઘણા વિખવાદોમાં પડી ચૂક્યો છે. ગંભીર અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અથવા કેપ્ટન કૂલ એમ એસ ધોની વચ્ચે પણ સંબંધો કંઇ ખાસ સારા ન હોવાની વાત ક્રિકેટ ચાહકો જાણે છે. ગૌતમ ગંભીર જાહેરમાં લોકોની સામે ઘણી વાર એવી વાતો કહી ચૂક્યા છે, જેના પરથી કહી શકાય છે કે તે ધોનીને વધુ પસંદ કરતો નથી. તાજેતરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩માં વિરાટ કોહલી અને ગંભીર વચ્ચે તકરાર જાેવા મળી હતી. ગૌતમ ગંભીર લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટોર છે, જ્યારે વિરાટ રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી મેદાનમાં રમે છે. ૧ મે ના રોજ બંને ટીમની વચ્ચે મેચ રમાયો હતો અને આ મેચ બાદ વિરાટ અને ગંભીરની વચ્ચે ખૂબ વિવાદ સર્જાયો હતો. બીજા શબ્દોમાં કહી શકાય કે બંને આમનેસામને ઉતરી ગયા હતા. આ ઘટના બાદ બોર્ડે બંનેને દંડ પણ ફટકાર્યો હતો. આ દરમિયાન ગંભીરને લઇને પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે કહેલી વાત ખૂબ વાયરલ થઇ રહી છે. શું કહ્યું ઇરફાને?… બુધવારના રોજ આઇપીએલ ૨૦૨૩માં લખનૌમાં જ એલએસજી અને ચેન્નઇ સુપરકિંગ્સની વચ્ચે મેચ રમાનાર હતો. સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે. જાેકે, વરસાદના કારણે આ મેચ રદ્દ થઇ ગયો હતો. આ મેચ પહેલા થયેલી ચર્ચામાં ઇરફાને જણાવ્યું હતું કે, ગૌતમ ગંભીર કોલકતા નાઇટ રાઇડર્સના કેપ્ટન હતા ત્યારે તેણે એમ એસ ધોનીના ઇગો સાથે રમત કરી હતી. તેઓ એકમાત્ર એવા ખેલાડી છે જેઓ ધોનીને પરેશાન કરવામાં સફળ થયા હતા. તે સમયે ઇરફાન પઠાણ ધોનીની સાથે પુણે સુપર જાયન્ટ્સ ટીમનો હિસ્સો હતા. ઇરફાન પઠાણે કહ્યું હતું કે, ધોની ખૂબ પરેશાન થઇ ગયો હતો. વર્ષ ૨૦૧૬માં પુણે સુપર જાયન્ટ્સની સામે કેકેઆરના મેદાન પર ઉતર્યુ હતું, ત્યારે કેકેઆરના કેપ્ટન ગંભીર હતા. ટી૨૦ મેચમાં ગૌતમ ગંભીરે ધોની સામે ટેસ્ટ ફિલ્ડ લગાવી દીધી હતી. આ મેચની ચર્ચાઓ લાંબા સમય સુધી ચાલી હતી. ઉલ્લેખનીય છે કે, ગૌતમ ગંભીરની કેપ્ટનશિપમાં કેકેઆર બે વખત ચેમ્પિયન બની ચૂક્યુ છે.






