Home અન્ય નડિયાદમાં કારમાં લિફ્ટ આપી શખ્સે મહિલાને હવસનો શિકાર બનાવી દુષ્કર્મ ગુજાર્યા...

નડિયાદમાં કારમાં લિફ્ટ આપી શખ્સે મહિલાને હવસનો શિકાર બનાવી દુષ્કર્મ ગુજાર્યા બાદ મહિલાને રસ્તા વચ્ચે છોડી આરોપી ફરાર દશેરાના દિવસે મહિલા રાવણ દહન જોવા ગઇ હતી

52
0

ગુજરાતમાં ક્રાઇમની ઘટનાઓમાં દિવસે દિવસે વધારો થતો જઇ રહ્યો છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ ગુનાખોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ખેડા જિલ્લાના નડિયાદમાં લિફ્ટ આપવાના નામે એક મહિલા સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર મહિલા સાથે એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ દશેરાના દિવસે નડિયાદના એક ગામની મહિલા રાવણ દહન જોવા ગઇ હતી. દરમિયાન રાત્રે રસ્તા પર જતી મહિલાને આરોપી સોમા સોઢા નામના શખ્સે કારમાં લિફ્ટ આપવાનું કહી બેસાડી હતી અને ત્યારબાદ એકલતાનો લાભ ઉઠાવી મહિલાને હવસનો શિકાર બનાવી હતી. દુષ્કર્મ બાદ મહિલાને રસ્તા વચ્ચે છોડી આરોપી ફરાર થઇ ગયો હતો. હાલ તો પોલીસે ફરિયાદને આધારે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here