Home મનોરંજન નિક્કી તંબોલીએ દેશી સ્વેગ લુકને લઇને ચર્ચામાં આવી

નિક્કી તંબોલીએ દેશી સ્વેગ લુકને લઇને ચર્ચામાં આવી

189
0

બિગ બોસ ૧૪ સાથે પોતાની ઓળખ બનાવનારિ નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને અવારનવાર તેની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. એક્ટ્રેસ તેના લુકને લઈને ઘણી ચર્ચામાં રહે છે. તે અવારનવાર પોતાની પોસ્ટને લઈને લાઇમલાઇટ લૂંટતી રહે છે. તે જ સમયે, તાજેતરમાં તેણે તેના ઓફઇશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોઝમાં એક્ટ્રેસ ખુબ જ સુંદર લાગી રહી છે. નિક્કી તંબોલીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોઝમાં તેણે રેડ કલરનો ઈન્ડો વેસ્ટર્ન આઉટફિટ પહેર્યો છે. આ સાથે તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને ન્યૂડ મેકઅપ કર્યો છે. સાથે જ તેણે લોન્ગ ઈયરિંગ્સ પણ પહેરી છે. આ ઈન્ડો વેસ્ટર્ન લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. નિક્કી તેના ફોટોઝમાં અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતી જાેવા મળી રહી છે. આ સાથે વિડિયો શેર કરતી વખતે તેણે બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે પંજાબી સોન્ગ પસંદ કર્યા છે. એક્ટ્રેસનો આ ફોટો જાેઈને તેના ફેન્સ ક્રેઝી થઈ ગયા છે અને ધડાધડ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- શું વાત છે બ્યૂટીફૂલ. નિક્કી તંબોલી આ ફોટોઝમાં તેના સિઝલિંગ લુકથી ઈન્ટરનેટ પર તહેલકો મચાવી રહી છે. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું- વે અલગ હી ટોર હુંદી સાઢી. તમને જણાવી દઈએ કે નિક્કી તેના હોટ અને બોલ્ડ લુક માટે જાણીતી છે. તે અવારનવાર પોતાની બોલ્ડનેસનો જલવો વિખેરતી રહે છે. નિક્કી તંબોલી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અવારનવાર બિકીનીમાં તસવીરો શેર કરે છે, જે ઇન્ટરનેટ પર તહેલકો મચાવતી રહે છે. એક્ટ્રેસ તેની ફિટનેસ માટે પણ ઘણી ફેમસ છે. તે જિમ અને એક્સરસાઇઝ કરતી વખતે તસવીરો અને વીડિયો પણ શેર કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here