Home અન્ય નિફ્ટી ફયુચર ૧૭૧૭૦ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૭૧૭૦ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

168
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૩.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૫૨૭.૧૦ સામે ૫૭૫૬૬.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૭૪૧૫.૦૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૦૪.૫૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૬.૭૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭૬૫૩.૮૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૯૫૫.૦૫ સામે ૧૬૯૯૫.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૯૪૦.૮૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૩.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૨.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૦૩૭.૪૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વૈશ્વિક બેંકિંગ કટોકટી બાદ યુબીએસ દ્વારા ક્રેડિટ સ્વિસને હસ્તગત કરતાં કટોકટી હળવી થઈ રહ્યાના અને યુબીએસ દ્વારા ક્રેડિટ વધતાં ક્રેડિટ જોખમે બોન્ડ બાયબેકની ઓફરના પરિણામે રોકાણકારોની ચિંતા હળવી થવાના સંકેત વચ્ચે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં સતત તેજી રહી હતી. અલબત કોરોનાના કેસોમાં ભારતમાં થઈ રહેલા ચિંતાજનક વધારાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વની મીટિંગ બોલાવીને પરિસ્થિતિને અંકુશમાં લેવાના સઘન પ્રયાસ શરૂ કરી દીધા સાથે ફરી હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે બિઝનેસ તકો વધવાના સંકેતે આજે ફંડોએ હેલ્થકેર શેરોની આગેવાનીએ તેજી કરી હતી.

અમેરિકામાં ફડચામાં ગયેલી બેન્કોની અસરનો રેલો વૈશ્વિક બેન્કિંગ સિસ્ટમ સુધી આવે તેવા ભય વચ્ચે પણ સિલિકોન વેલી બેન્કના હસ્તાંતરણની વાટાઘાટો એડવાન્સ્ડ સ્ટેજમાં હોવાના સમાચારથી બજારમાં આજે રાહત જોવા મળી હતી. યુક્રેન મામલે રશિયા અને અમેરિકા વચ્ચે વધેલા ઘર્ષણને લઈ વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન છતાં આજે સ્થાનિક સ્તરે સાનુકુળ અહેવાલોએ અને વૈશ્વિક રાહે ભારતીય શેરબજાર પણ આજે ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. આજે રિલાયન્સ સહિતવા હેવીવેઈટ શેરોમાં લેવાલી જોવા મળી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૨૨ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૩.૪૧ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, મેટલ, એફએમસીજી, સર્વિસિસ અને બેન્કેક્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૮૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૭૧૮ અને વધનારની સંખ્યા ૯૧૯ રહી હતી, ૧૫૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું વિદેશી મુદ્રા ભંડાર ૨.૪ બિલિયન ડોલર ઘટીને ૫૬૦ બિલિયન ડોલર થઈ ગયું છે. તાજેતરના ડેટા દર્શાવે છે કે વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ રિઝર્વ બેંકની વિદેશી મુદ્રા સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે, ૧૦ માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ૨.૨ બિલિયન ડોલર ઘટીને ૪૯૪.૮૬ બિલિયન ડોલર થઈ છે. ગયા અઠવાડિયે અમેરિકી ડોલર સામે રૂપિયો ૦.૧% નબળો પડયો હતો. ૩ માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં રિઝર્વ બેંકના વિદેશી મુદ્રા ભંડારમાં ૧.૫ બિલિયન ડોલરનો વધારો થયો હતો.

છેલ્લા છ મહિના દરમિયાન, રિઝર્વ બેંકે રૂપિયાના વિનિમય દરમાં વ્યાપક વધઘટને રોકવા માટે યુએસ ડોલરનું વેચાણ કર્યું છે. ફેડરલ રિઝર્વ દ્વારા પોલિસી રેટમાં અનેક વધારાના કારણે સ્થાનિક ચલણ ફેબ્રુઆરીથી અસ્થિર છે. યુએસની સિલિકોન વેલી બેંકના ડૂબવાના કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં વધારો કરશે અને વ્યાજદરમાં ૦.૨૫ બેઝીઝ પોઈન્ટનો વધારો કરવામાં પણ આવ્યો. જો કે, આનાથી રૂપિયાને વધુ મદદ મળી નથી કારણ કે જોખમ ટાળવાના વૈશ્વિક મોજાને કારણે રોકાણકારોને ડોલરમાં સલામતી મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here