Home અન્ય નિફ્ટી ફયુચર ૧૭૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૭૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

266
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૩.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૨૨૪.૪૬ સામે ૫૯૯૧૬.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૮૪૪.૮૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૫૮.૦૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૩.૬૩ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૩૪૮.૦૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૭૪.૯૫ સામે ૧૭૭૧૫.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૬૫૪.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૧.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯.૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૭૯૪.૫૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

આંતરરાષ્ટ્રીય સ્તરે ચાઈનાની જીડીપી – આર્થિક વૃદ્વિ માટેનો લક્ષ્યાંક ધીમી મર્યાદિત વૃદ્વિનો મૂકાતાં ચાઈનામાં સ્ટીમ્યુલસ પર બ્રેકની શકયતાના અનુમાને એશીયાના બજારોમાં શાંઘાઈ સ્ટોક એક્સચેન્જમાં નરમાઈ સામે એડવાન્ટેજ ભારત બની રહેવાના એનાલિસ્ટો, ફંડોના અંદાજોએ આજે ભારતીય શેરબજારોમાં ફંડો, મહારથીઓએ અપેક્ષિત તેજી કરી હતી. યુ.એસ. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ દ્વારા મંગળવારે ટેસ્ટીમની અમેરિકામાં વ્યાજ દરોનો આગામી સંકેત આપનાર હોઈ અમેરિકા, યુરોપના બજારોમાં ઘટાડા સામે આજે યુટિલિટીઝ, પાવર, કેપિટલ ગુડ્સ અને ઈન્ડસ્ટ્રીયલ્સ શેરોની આગેવાની તેમજ ફંડોએ ઓટો, ઓઈલ એેન્ડ ગેસ અને એનર્જી શેરોમાં તેજી કરતાં બીએસઈ સેન્સેક્સ ૧૨૩ અને નિફટી ફ્યુચર ૧૯ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા.

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં વધતી ખરીદી સાથે ક્રુડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્ષમાં વધારા સામે એવિયેશન ટર્બાઈન ફયુલ પર શૂન્ય લેવી કરાતાં પોઝિટીવ અસર ઓઈલ-ગેસ શેરોમાં જોવાઈ હતી. ચાઈનાની ધીમી આર્થિક વૃદ્વિના અંદાજોએ આજે આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલના ભાવ પણ ઘટી આવ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૭૯ લાખ કરોડ વધીને રૂ.૨૬૬.૨૪ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, આઈટી, હેલ્થકેર, ટેક અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૯૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૧૭ અને વધનારની સંખ્યા ૧૮૬૨ રહી હતી, ૧૧૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની છેલ્લા એક વર્ષમાં શેરોમાં વેચવાલી જોવાયા છતાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદીના જોરે ગત વર્ષ ૨૦૨૨ના હોળી થી આ વખતે હોળી સુધીમાં મોટાભાગની જાહેર ક્ષેત્રની પીએસયુ બેંકોના શેરોમાં રોકાણકારોને બે આંકમાં વળતર મળ્યું છે. પીએસયુ બેંક શેરોમાં લોકલ ફંડોનું આકર્ષણ જોવાયું છે. જેમાં સૌથી વધુ વળતર યુકો બેંકના શેરમાં ૧૩૭% જેટલું મળ્યું છે. અદાણી ગ્રૂપને ધિરાણને લઈ પાછલા કેટલાક દિવસોથી પીએસયુ બેંક શેરો અત્યારે તેની ટોચથી નીચા ટ્રેડ થઈ રહ્યા છે. બર્નસ્ટેઈન દ્વારા તેના રીસર્ચ રીપોર્ટમાં ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને આઉટપરફોર્મ રેટીંગ આપવામાં આવ્યું છે.

ભારતીય બેંકિંગ ક્ષેત્ર માટે પોઝિટીવ મત આપીને વર્ષ ૨૦૨૩માં ધિરાણ વૃદ્વિ સારી રહેવાનો અંદાજ મૂક્યો છે આ સાથે બેંકિંગ ક્ષેત્રમાં વર્તમાન ઈક્વિટી પર વળતરમાં જોખમ મર્યાદિત હોવાનું માનવું છે. પીએસયુ બેંકોમાં લોન વૃદ્વિ સરેરાશથી ઉપર રહી છે. જે દાયકાની ઊંચી સપાટી નજીક છે. પીએસયુ બેંક શેરોમાં યુકો બેંકમાં એક વર્ષમાં ૧૩૭.૩૯% ઉછાળો નોંધાયો છે. ત્યારે બાદ યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ૮૯.૭૪%, પંજાબ એન્ડ સિંધ બેંકના શેરમાં ૮૮.૪૫% અને બેંક ઓફ બરોડામાં ૮૬.૪૨% વળતર મળ્યું છે. બેંક ઓફ ઈન્ડિયામાં ૭૭.૩૦%, કેનેરા બેંકમાં ૫૨.૨૫% અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેમજ પંજાબ નેશનલ બેંકના શેરોમાં અનુક્રમે ૨૭.૫૯% અને ૫૦.૨૯% વળતર ગત વર્ષ ૨૦૨૨ના હોળી થી આ વખતે હોળી સુધીમાં મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here