Home મનોરંજન નિમરત કૌરે ‘સેક્શન ૮૪’ ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં સેટ પરનો છેલ્લો દિવસ...

નિમરત કૌરે ‘સેક્શન ૮૪’ ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં સેટ પરનો છેલ્લો દિવસ શેર કર્યો

171
0

એક્ટ્રેસ નિમરત કૌરને પહેલી વાર અમિતાભ બચ્ચન સાથે સ્ક્રિન શેર કરવાની તક મળી છે. સેક્શન ૮૪માં નિમરત અને બિગ બીની સાથે ડાયેના પેન્ટી પણ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં નિમરત કૌરે અમિતાભ બચ્ચન અને ટીમ સાથેનો ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ સાથે નિમરતે અમિતાભ બચ્ચન અને સમગ્ર ટીમથી અલગ થવાનો અફસોસ પણ જાહેર કર્યો હતો.  નિમરત કૌરે પોસ્ટમાં જણાવ્યું હતું કે, પાછલા બે મહિનાથી સેક્શન ૮૪ના સેટ પર સંભાળાતા મારા બે પ્રિય શબ્દો એક્શન અને કટ વચ્ચેના અનુભવને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. જેવી રીતે પુસ્તકનું છેલ્લુ પાનું ક્યારેય પૂરું ન થાય તેવી ઈચ્છા હોય છે, તેવી રીતે સેટ પરનો આ છેલ્લો દિવસ છે. અહીંયા કૃતજ્ઞતાની સાથે જીવન ભરના અનુભવ શીખવા મળ્યા છે. છૂટા પડવાની વેદના છે. આ સાથે એક્ટર તરીકે જાણું છું, અમિતાબ બચ્ચન સાથે સ્ક્રિન શેર કરવાની હોય ત્યારે તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર થવાનું કોઈ એક્ટરનું ગજુ નથી. ફિલ્મના ડાયરેક્ટર રિભુ દાસગુપ્તા અને પ્રોડ્યુસર ઝોયાએ મૂકેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરીને નિમરતે જણાવ્યું હતું કે, સેટ પર આનંદનો માહોલ હતો અને ખૂબ સારી રીતે કામ થઈ શક્યું હતું, તેના માટે ટીમની દરેક વ્યક્તિનો ફાળો મહત્ત્વનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here