કોરોના બાદના સમયમાં બોલિવૂડ નવા જાેખમ લેવાના બદલે રીમેક અને સીક્વલ પર વધારે ધ્યાન આપી રહ્યું છે. હેરાફેરી, સિંઘમ, ટાઈગર જેવી સીક્વલ ફિલ્મોને મોટા બજેટ સાથે બનાવવાનું આયોજન છે. આ કેટેગરીમાં સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ નો એન્ટ્રીની સીક્વલ પણ ચર્ચામાં છે. ૨૦૦૫માં બ્લોકબસ્ટર થયેલી સુપરહિટમાં સલમાન ખાન અને અનિલ કપૂર લીડ રોલમાં હતા. આ બંને સ્ટાર્સ સાથે બિપાશા બાસુએ ઓનસ્ક્રિન રોમાન્સ કર્યો હતો. પ્રોડ્યુસર બોની કપૂરે તેની સીક્વલ બનાવવા તૈયારીઓ શરૂ કરી છે ત્યારે બિપાશા બાસુ પણ ફરી જાેવા મળે તેવી શક્યતા છે. ૨૦૦૫માં રિલીઝ થયેલી ‘નો એન્ટ્રી’નું ડાયરેક્શન અનીસ બાઝમીએ કર્યું હતું. સલમાન ખાન, અનિલ કપૂર, બોમન ઈરાની, ફરદીન ખાન, સેલિના જેટલી, એશા દેઓલ અને બિપાશા બાસુ સાથે બનેલી આ મલ્ટિસ્ટાર ફિલ્મમાં સમીરા રેડ્ડીનો કેમિયો પણ હતો. બિપાશાએ સલૂજાનો રોલ કર્યો હતો. તેણે ઓનસ્ક્રિન અનિલ કપૂર અને સલમાન ખાન બંને સાથે રોમાન્સ કર્યો હતો. રિપોર્ટ્સ મુજબ, ટાઈગર ૩ બાદ સલમાન ખાન નો એન્ટ્રીની સીક્વલ શરૂ કરવા માગે છે. વચ્ચે તેઓ થોડો બ્રેક લેશે અને શૂટિંગમાં મચી પડશે. બિપાશા બાસુને સીક્વલમાં પણ લેવાનું નક્કી છે. કોરોના પહેલાથી બોની કપૂર સીક્વલ બનાવવા માગતા હતા. સલમાન ખાને પણ નો એન્ટ્રીની સીક્વલમાં કામ કરવા માટે ઉત્સુકતા દર્શાવી છે. બિપાશા બાસુ લાંબમ સમયથી ફિલ્મોમાં જાેવા મળી નથી. ૨૦૨૨માં દીકરી દેવીના જન્મ બાદ બિપાશા પરિવારને જ સમય આપે છે. બિપાશા છેલ્લે ૨૦૧૫ના વર્ષમાં કરણ ગ્રોવર સાથે એલોનમાં જાેવા મળી હતી. બિપાશા માટે આ ફિલ્મ કમબેક પુરવાર થશે.






