Home દુનિયા ન્યુઝીલેન્ડમાં મોટી દુર્ઘટના, ચાર માળની હોસ્ટેલમાં ભીષણ આગથી ૧૦ લોકોના કરૂણ મોત

ન્યુઝીલેન્ડમાં મોટી દુર્ઘટના, ચાર માળની હોસ્ટેલમાં ભીષણ આગથી ૧૦ લોકોના કરૂણ મોત

62
0

ન્યુઝીલેન્ડમાં ચાર માળની હોસ્ટેલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્‌સથી મળેલી માહિતી અનુસાર, વડાપ્રધાન ક્રિસ હિપકિન્સે આ ઘટના અંગે માહિતી આપી છે. પીએમ ક્રિસ હિપકિન્સ પાસેથી મળેલી માહિતી અનુસાર, વેલિંગ્ટનમાં ભીષણ આગને કારણે છ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જાેકે પોલીસ પાસે મૃત્યુના ચોક્કસ આંકડા નથી, પરંતુ આ આંકડો વધી શકે છે. આ સાથે તેઓ એમ પણ કહે છે કે મૃતકોની સંખ્યા ૧૦ સુધી પહોચી છે. હજુ પણ કહેવાયુ છે કે ૫૨ લોકો ફસાયા હોવાની આશંકા છે… મીડિયા રિપોર્ટથી પ્રાપ્ત માહિતી અનુસાર, વેલિંગ્ટન ફાયર એન્ડ ઈમરજન્સીના ડીએમ નિક પાયલટે જણાવ્યું કે હોસ્ટેલમાં ૫૨ લોકો ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ સંખ્યા વધી પણ શકે છે. આ ઘટના પર શોક વ્યક્ત કરતા નિક પાયલોટે કહ્યું કે આ સમયે અમે એવા પરિવારોની સાથે છીએ જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. જાણો કે આગની ઘટનાની તપાસ ક્યાં સુધી પહોંચી…. તેમણે કહ્યું કે બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. વધુને વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે આગનું કારણ જાણી શકાયું નથી. હાલ આ આગની તપાસ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here