Home દેશ પરિણીતી-રાઘવ ચઢ્ઢાએ કરી લીધી સગાઈ!

પરિણીતી-રાઘવ ચઢ્ઢાએ કરી લીધી સગાઈ!

64
0

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઈ નવી દિલ્હીના કપૂરથલા હાઉસમાં થઈ હતી. ઈન્ડિયા ગેટ પાસે આવેલા સ્થળ પર મહેમાનો આવતા-જતા હોય છે. સગાઈની વિધિ પહેલા, બંને પરિવારોએ સુખમણી સાહિબનું પાઠ કરાવ્યું, ત્યારબાદ સાંજે ૬ વાગ્યે શીખ વિધિની અરદાસ થઈ. પરિણીતી ચોપરાની કઝીન અને ફેમસ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પણ સેરેમનીમાં જાેવા મળી હતી. પરિણીતી ચોપરા અને છછઁ નેતા રાઘવ ચઢ્ઢાએ સગાઈ કરી લીધી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને કોંગ્રેસના નેતા અભિષેક સિંઘવી અન્ય નેતાઓ અને હસ્તીઓ સાથે કપૂરથલા હાઉસમાં જાેવા મળ્યા હતા. પંજાબના સીએમ તેમની પત્ની ગુરપ્રીત કૌર સાથે જાેવા મળ્યા હતા. બંને ઘરની બહાર એક કારમાં જાેવા મળ્યા હતા. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઈ સમારોહમાં મનીષ મલ્હોત્રા પરંપરાગત બ્લેક આઉટફિટમાં જાેવા મળ્યો હતો. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, પરિણીતીએ સગાઈના અવસર પર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલો ડ્રેસ પહેર્યો હતો. સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર આજે સવારે દિલ્હી પહોંચી હતી. જાે અહેવાલોનું માનીએ તો પરિવારના સભ્યો અને મિત્રો સહિત લગભગ ૧૫૦ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરિણીતી અને રાઘવ ડેટિંગની અફવાઓ માર્ચમાં શરૂ થઈ હતી, જ્યારે તેઓ મુંબઈમાં લંચ ડેટ પર સાથે જાેવા મળ્યા હતા. બંને ઘણી વખત પબ્લિક પ્લેસ પર જાેવા મળ્યા હતા. આખરે, તેણે ૈંઁન્ મેચમાં ભાગ લીધો ત્યારે અફવાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું. રિપોર્ટ્‌સનું માનીએ તો પરિણીતી અને રાઘવ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં સાથે ભણ્યા છે. તેઓ લાંબા સમયથી મિત્રો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here