Home ગુજરાત પાટણમાં રાધનપુર, સાંતલપુર તાલુકાનો સંયુક્ત કાર્યક્રમ રાધનપુરના જલારામ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો

પાટણમાં રાધનપુર, સાંતલપુર તાલુકાનો સંયુક્ત કાર્યક્રમ રાધનપુરના જલારામ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો

48
0

12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જયંતિ થી ૨૩ જાન્યુઆરી સુભાષ ચંદ્ર બોઝ જયંતિ સુધીના સમયગાળામાં દેશભર માં દરેક તાલુકા માં કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજાતો હોય છે ત્યારે પાટણ જીલ્લા ના રાધનપુર, સાંતલપુર તાલુકાનો સંયુક્ત કાર્યક્રમ રાધનપુર ના જલારામ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. ગોતરકાના સંત નિજાનંદજી સ્વામી એ શિક્ષકોને રાષ્ટ્ર ભક્તિ યુક્ત સમાજ રચના કરનારા મહત્વપૂર્ણ ભુમિકા ભજવનાર ગણાવી ચાર બોધને યાદ રાખી કર્તવ્ય નિભાવવાની પોતાની આગવી શૈલી માં ઓજસ્વી બૌધ્ધિક આપતા જણાવ્યું કે આવનાર સમય માં રાષ્ટ્ર વાદી વિચારધારા જ મજબૂત બનશે અને એના દ્વારા રાષ્ટ્ર મજબૂત બનશે.

કાર્યક્રમ માં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના ઉપાધ્યક્ષ મોહનજી પુરોહિત ઉપસ્થિત રહી સંગઠન દ્વારા કર્તવ્ય બોધ ના કાર્યક્રમો થી શિક્ષક સમાજ માં સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થતી હોય છે. સંતો તથા વિદ્વાન મહાનુભાવો દ્વારા આપવામાં આવતા પાથેય થી શિક્ષણ અને બાળકો, શાળા અને સમાજ માટે કર્તવ્ય યુક્ત સમજદારી કેળવાતી હોવાથી આગામી સમયમાં સંગઠન ગુજરાતમાં પોતાની મજબુતી વધારી ને રાષ્ટ્ર ને પરંમ શિખરે પહોંચડાવામા પોતાની ભુમિકા અવશ્ય ભજવશે.

કર્તવ્ય બોધ કાર્યક્રમ માં સંગઠન ના રાજ્ય અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, ઉપાધ્યક્ષ બાબુભાઇ રબારી, આંતરીક ઓડિટર રણછોડ જી જાડેજા, મહિલા મંત્રી હેમાંગીબેન પટેલ, માધ્યમિક સંવર્ગ ના રાજ્ય અધ્યક્ષ રમેશભાઈ ચૌધરી તથા જીલ્લા અધ્યક્ષ કલ્પેશ ભાઈ પટેલ, મહામંત્રી મહાદેવ ભાઈ રબારી, સંગઠન મંત્રી ઉમેદ ભાઈ પ્રજાપતિ સહિત 325 કરતા વધુ શિક્ષક ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here