Home રમત-ગમત ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના સંધર્ષ વિષે જાણવા જેવું, અન્ય માટે એક શૌખ...

ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના સંધર્ષ વિષે જાણવા જેવું, અન્ય માટે એક શૌખ હોઈ શકે પણ મોહમ્મદ શમી માટે જનુન છે ક્રિકેટ

104
0

ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના પિતા તૌસીફ અલી અને ભાઈ હસીબ બંન્ને ફાસ્ટ બોલર હતા. આ બંન્ને માત્ર જિલ્લામાં રમ્યા પરંતુ શમી ભારત માટે રમ્યો. અન્ય લોકો માટે ક્રિકેટ માત્ર એક શૌખ છે પરંતુ મોહમ્મદ શમી માટે એક જનુન છે. તે તેની રમતમાં જોવા મળી રહ્યું છે. મોહમ્મદ શમી અનેક વખત કહી ચૂક્યો છે કે, તેની સફળતાનો શ્રેય તેના પિતાને જાય છે. તેના ગામમાં આજે પણ કોઈ સુવિધા નથી. ત્યાં તેના પિતા તેને 30 કિમીની મુસાફરી કરાવી પ્રેક્ટિસ માટે મોકલતા હતા. દરેક સંધર્ષમાં તેના પિતા તેની સાથે રહ્યા છે. ન્યુઝીલેન્ડ સામે પાંચ વિકેટ ઝડપનાર મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ કરીને ચાર વિકેટ પોતાના નામે કરી હતી.. મોહમ્મદ શમીએ 6 જાન્યુઆરી 2013ના રોજ પાકિસ્તાન સામે ભારતીય ટીમ માટે ડેબ્યુ કર્યું હતું. પોતાની પ્રથમ મેચમાં તેણે શાનદાર બોલિંગ કરી અને 9 ઓવર નાંખી અને 23 રન આપીને સફળતા હાંસલ કરી હતી. મોહમ્મદ શમી પોતાની પત્ની મોડલ હસીન જહાના કારણે વિવાદોમાં પણ રહી ચૂક્યો છે. બંન્ને 2014માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ 2018માં પત્ની હસીને શમી પર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો હતો. એક સમય એવો આવી ગયો હતો કે, શમીનું ક્રિકેટ કરિયર પૂર્ણ થઈ ગયું હતુ. બાદમાં તેમણે અનેક પડકારોનો સાનો કરી ભારતીય ટીમમાં શાનદાર વાપસી કરી. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ એક વખત ખુલાસો કર્યો હતો કે, ઈજા,તણાવ અને અંગત કારણોસર 3 વખત આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. ક્રિકેટર અનેક વખત ટ્રોલિંગનો પણ શિકાર બન્યો છે પરંતુ આ બધાનો જ સામનો કરી તેણે પોતાનું પ્રદર્શન ચાલું રાખ્યું છે. વર્લ્ડકપમાં સ્ટંપ હવામાં ઉડાડી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here