Home દેશ ફિલ્મ ‘પઠાન’ પર મુસ્લિમ સંગઠનોએ પણ કરી પ્રતિબંધની માંગ, કહ્યું ‘સરકાર તાત્કાલિક...

ફિલ્મ ‘પઠાન’ પર મુસ્લિમ સંગઠનોએ પણ કરી પ્રતિબંધની માંગ, કહ્યું ‘સરકાર તાત્કાલિક પ્રતિબંધ મૂકે’

165
0

બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન અને અભિનેત્રી દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણને લઈને વિવાદ ચાલુ છે. જ્યારથી પઠાણ ફિલ્મનું ગીત બેશરમ રંગ રિલીઝ થયું છે ત્યારથી વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા હિન્દુ અને હવે મુસ્લિમ સંગઠનોએ પણ શાહરૂખ ખાનની આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં મુસ્લિમ સંગઠનોએ બોલિવૂડ બાદશાહની ફિલ્મ પઠાણ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે પઠાણના બેશરમ રંગ ગીતમાં અભિનેતા શાહરૂખ ખાન અને અભિનેત્રી દીપિકા પાદુકોણના હોટ અને બોલ્ડ સીન્સ બતાવવામાં આવ્યા છે. આ ગીતમાં દીપિકા પાદુકોણ પણ કેસરી રંગની બિકીની પહેરેલી જોવા મળી રહી છે. સંગઠનોએ આનો પણ વાંધો ઉઠાવ્યો છે અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, હિન્દુ સંગઠનો બાદ હવે મુસ્લિમ સંગઠનોએ પણ ખુલ્લેઆમ વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. ફિલ્મ પઠાણના ગીત બેશરમ રંગમાં બતાવવામાં આવેલા સીન પર મુસ્લિમ સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી છે. ઓલ ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટીના ચેરમેન ઔસફ શાહમિરી ખુર્રમે પઠાણ ફિલ્મને ઈસ્લામનું અપમાન ગણાવ્યું છે. આ સાથે તેણે પઠાણ ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી છે. ઔસફ શાહમિરી ખુર્રમે વધુમાં કહ્યું કે પઠાણ ફિલ્મમાં ઈસ્લામ ધર્મના કાયદા અને સિદ્ધાંતોની મજાક ઉડાવીને ધર્મને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. આ સહન કરી શકાય નહીં. એટલા માટે અમે પઠાણ ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરીએ છીએ. તેણે કહ્યું કે શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મને લઈને સમગ્ર સમાજમાં ગુસ્સો છે. તેમણે યુવાનોને પઠાણ ફિલ્મનો વિરોધ કરવાની અપીલ કરી હતી. ઔસફ શાહમિરી ખુર્રમે કહ્યું કે આની સાથે સરકારે પણ આવી ફિલ્મો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here