Home દુનિયા ફ્રોડ કેસમાં જજ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગુસ્સે થયા, કહ્યું,”આ રાજકીય રેલી નથી,...

ફ્રોડ કેસમાં જજ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગુસ્સે થયા, કહ્યું,”આ રાજકીય રેલી નથી, બસ સવાલોના જવાબ આપો”

79
0

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેતરપિંડીના કેસમાં ન્યૂયોર્કની કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટમાં ટ્રમ્પનું આક્રમક વલણ જોવા મળ્યું હતું. સુનાવણી દરમિયાન તે વારંવાર જજ અને એટર્ની જનરલ સાથે વારંવાર ઉગ્ર થયા હતા. ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ટ્રમ્પના આરોપોથી નારાજ જજે ટ્રમ્પને જોરદાર ઠપકો આપ્યો હતો. ન્યાયાધીશે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે આ તમારી રાજકીય રેલી નથી, ફક્ત પ્રશ્નોના જવાબ આપો.. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર તેમની મિલકતો અને તેમના બે પુત્રોની કિંમતનો ખોટો અંદાજ લગાવીને લોન અને વીમા પોલિસીનો લાભ લેવાનો આરોપ છે. ત્રણેય સામેના આરોપો ફોજદારી નથી, મતલબ કે તેઓને જેલ કરવામાં આવશે નહીં પરંતુ દંડ ભરવો પડી શકે છે. સુનાવણી દરમિયાન કોર્ટ નક્કી કરશે કે ટ્રમ્પને આ કેસમાં જે લાભ મળ્યો છે તેના બદલામાં તેમને કેટલો દંડ ફટકારવો જોઈએ. એટર્ની જનરલ લેટિટિયા જેમ્સે ટ્રમ્પ પર ખોટા દસ્તાવેજો બનાવવા, છેતરપિંડી કરવા, ખોટા નાણાકીય નિવેદનો જાહેર કરવા, વીમા છેતરપિંડી અને ષડયંત્રનો આરોપ મૂક્યો છે.. સુનાવણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે જજ સાથે શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેણે જજ આર્થર એન્ગોરોન અને એટર્ની જનરલ પર ડેમોક્રેટિક પાર્ટી સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે સુનાવણી જ યોગ્ય રીતે થઈ રહી નથી. આરોપ છે કે સુનાવણી એવી રીતે હાથ ધરવામાં આવી રહી છે કે જાણે તેને પહેલેથી જ દોષિત ઠેરવવામાં આવ્યો હોય. ટ્રમ્પના વારંવારના આરોપો પર જજ એન્ગોરોન ગુસ્સે થઈ ગયા. તેને ટ્રમ્પના વકીલને કહ્યું કે તેઓ વારંવાર એક જ વાતનું પુનરાવર્તન કરી રહ્યા છે. તેમને શાંત કરો.. ન્યાયાધીશે ટ્રમ્પને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ તમારી રાજકીય રેલી નથી, ફક્ત પ્રશ્નોના જવાબ આપો. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા છે. ટ્રમ્પે કંપનીના નાણાકીય નિવેદનો કપટપૂર્ણ હોવાના આક્ષેપોને પણ ફગાવી દીધા હતા. તેને જણાવ્યું હતું કે “તે ખરેખર એવા દસ્તાવેજો ન હતા કે જેના પર બેંકોએ વધુ ધ્યાન આપ્યું.” ટ્રમ્પ આ કેસમાં બે વખત જુબાની આપી ચૂક્યા છે. બંને વખત બંધ રૂમમાં જુબાની આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here