સુરત શહેરમાં ઠેર ઠેર હડકાયાં કુતરાનો આતંક સામે આવ્યો છે. સુરતના બારડોલીમાં 12થી વધુ લોકોને હડકાયાં કુતરાએ બચકાં ભરી લેતા તમામ લોકો હૉસ્પીટલ ભેગા થયા છે. મળતી માહિતી પ્રમાણે, સુરતના બારડોલીનગરમાં હડકાયાં કુતરાઓએ આતંક મચાવી દીધો છે. અહીં 12 થી વધુ લોકોને હડકાયાં કુતરાંએ બચકાં ભરી લેતા તમામ લોકોની હાલત ગંભીર થઇ છે, જોકે, હાલમાં તમામ લોકો હૉસ્પિટલમાં દાખલ છે. બારડોલીનગરના ધૂળિયા ચોકડી સહિત અલગ-અલગ વિસ્તાર આ હડકાયાં કુતરા દ્વારા બચકાં ભરવાના બનાવો બન્યા છે. આ પછી 6 જેટલા લોકોને સરદાર હૉસ્પિટલમાં તેમજ અન્ય લોકોને અલગ-અલગ હૉસ્પિટલોમાં સારવાર અપાઈ રહી છે. પાલિકા દ્વારા હડકાયાં કુતરાને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.






