Home દેશ બિગ બોસ 17ને નવો કેપ્ટન મળશે

બિગ બોસ 17ને નવો કેપ્ટન મળશે

94
0

કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસ 17ના ઘરમાં બબાલો જ થઈ રહી છે અને હજુ સુધી તેનો કેપ્ટન મળ્યો નથી. છેલ્લા 4 અઠવાડિયાથી સલમાન ખાનના રિયાલિટી શોના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યો સ્પર્ધક બિગ બોસના ઘરનો કેપ્ટન બનશે. TV9 ડિજિટલ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ટૂંક સમયમાં જ બિગ બોસના ઘરને એક એવો કેપ્ટન મળવાનો છે જેના વિશે કોઈએ વિચાર્યું પણ ન હોય. બધાએ એવું અનુમાન લગાવ્યું હતું કે, મુનાવર ફારુકી અથવા અંકિતા લોખંડે આ ઘરની કેપ્ટન બનશે.. આપણે આવતા એપિસોડમાં ટૂંક સમયમાં બિગ બોસના ઘરમાં જોઈશું કે ઘરના સભ્યોને એક નવો ટાસ્ક આપવામાં આવશે. આ ટાસ્કમાં બિગ બોસ અંકિતા લોખંડે, સના ખાન અને ખાનઝાદીને વિશેષ અધિકારો આપશે. આ અધિકાર હેઠળ તેમના મનપસંદ સ્પર્ધકને નોમિનેશનથી બચાવીને તેમને કેપ્ટનશિપ માટે દાવેદાર બનવાની તક આપવામાં આવશે. જો કે તે પહેલા તેઓને ‘મંજુલિકા’ જેવા કપડાં પહેરીને ડાન્સ કરવા માટે કહેવામાં આવશે અને તેને બિગ બોસ ‘મહારાણી’નું બિરુદ પણ આપશે.. આ ત્રણેય રાણીઓને તૈયાર કરવા માટે કેટલાક સાથી સ્પર્ધકોમાંથી એક તેને સાથ આપશે. આ ફન ટાસ્કમાં રિંકુ ધવન ઘરની કેપ્ટન બનશે. મુનવ્વર આ સમગ્ર પ્રક્રિયાથી થોડો ગુસ્સે પણ થવાનો છે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે રિંકુ કેવી રીતે સુરક્ષિત રહેશે અને તેને ઘરની કેપ્ટન તરીકે કેવી રીતે પસંદ કરવામાં આવશે. પરંતુ એ વાત નિશ્ચિત છે કે રિંકુના કેપ્ટન બનવાથી મન્નારા ખૂબ જ નારાજ થશે કેમ કે આ અઠવાડિયાના નોમિનેશન ટાસ્ક પછી મન્નારા, જિગ્ના વોરા તેમજ રિંકુ ધવનથી ખૂબ જ નારાજ દેખાશે. કારણ કે તેણે પ્રિયંકા ચોપરાની નાની બહેનને ઘરની બહાર કાઢવા માટે નોમિનેટ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here